હું એ ભારતમાંથી આવું છું જયાં દિવસે મહિલાઓ પુજાય છે રાત્રીના ગેંગરેપ થાય છે...

17 November 2021 12:21 PM
India Woman
  • હું એ ભારતમાંથી આવું છું જયાં દિવસે મહિલાઓ પુજાય છે રાત્રીના ગેંગરેપ થાય છે...

હવે સ્ટેન્ડઅપ કોમેડીયન વીરદાસે અમેરિકાના પ્રોગ્રામમાં ટુ ભારત કવિતાથી દેશની મજાક ઉડાવી

નવી દિલ્હી: બોલીવુડની અભિનેત્રી કંગના રનૌત દેશની આઝાદી અને મહાત્મા ગાંધીનું સતત અપમાન કરી રહી છે અને તેના પર સરકાર તથા દેશભક્તિનું સર્ટીફીકેટ ધરાવતા તમામ નેતાઓ મૌન છે તે પછી હવે સ્ટેન્ડઅપ કોમેડીયન વિરદાસે છેક અમેરિકા જઈને ભારતનું અપમાન કરતી અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરતી ‘કવિતા’ ના નામે જોડકણા ગાયા હતા.

અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં વીરદાસે ટુ ઈન્ડીયાઝ નામે એક જોડકણું તૈયાર કર્યુ હતું અને તેનો એક ભાગ ખુદની યુ ટયુબ પેનલ પર પણ અપલોડ કર્યો હતો. જો કે કંગનાના મુદે ચૂપ રહેલા ભાજપના એક નેતાએ આ વિડીયો પર વિરદાસની ટીકા કરી અને વિદેશમાં જઈને કેમ ભારતનું અપમાન કરી શકે તેવો પ્રશ્ન પૂછયો હતો.

તેણે પોતે બે ભારતમાંથી આવે છે તેવું જણાવીને કવિતામાં ઉલ્લેખ કર્યો કે એક ભારત એવું છે જયાં એકયુઆઈ 9000 છે છતાં દેશના લોકો છતો પર રાત્રી તારા ગણાય છે હું એવા ભારતથી આવું છું જયાં અમો દિવસના મહિલાઓની પુજા કરીએ છીએ અને રાત્રીના ગેંગરેપ કરીએ છીએ. હું એવા ભારતમાંથી આવું છું જયાં મોટી વસ્તી 30 વર્ષની છે છતાં 75 વર્ષના નેતા 150 વર્ષ જુની વાત યાદ કરે છે. હું એવા ભારતમાંથી આવુ છું જયાં બાળકો માસ્ક લગાવીને ફરે છે અને તેઓ માસ્ક વગર જાહેરમાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement