ટિવટર પર 'લાલ રંગ'નું લેબલ જે ખોટી અને ભ્રામક માહિતીઓથી બચાવશે

18 November 2021 02:57 PM
India Technology
  • ટિવટર પર 'લાલ રંગ'નું લેબલ જે ખોટી અને ભ્રામક માહિતીઓથી બચાવશે

દુનિયાભરમાં નવા લેબલને બહાર પડાયું

દિલ્હી,તા.18
માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટિવટરના વપરાશકર્તાઓને હવે ખોટા અને ભ્રામક ટવીટ પર ચેતવણી લેબલ જોઈ શકશે. ટિવટર દ્વારા આ પગલું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને વધુ અસરકારક અને ઓછુ ભ્રામક બનાવવા માટે લેવામાં આવ્યું છે.

આ નવા રોલર્ટ બેબલ્સને મંગળવારે વિપવતીરમાં બહાર પાડવામાં આવ્યું હતું. તેનો હેતુ ખોટી માહિતીની સરળ ઓળખ કરવાનો છે 2020ની યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા અને પછી ચુંટણી સંબધિત ખોટી માહિતી સામે રક્ષણ આપવા માટે રચાયેલ છે. કંપની જુલાઈથી આ ચેતવણી લેબલ પર કામ કરી રહી હતી. લોકોને જૂઠામું ફેલાવતા રોકવા માટે પુરતુકામન કરવા બદલ તે લેબલ્સની ટીકા કરવામાં આવી હતી.

નિષ્ણાતોની મતે આવા લેબલ્સ વપરાશકર્તાઓ માટે મદદરૂપ થઈ શકે છે.ઉપરાંત તેઓ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સામગ્રી મધ્યસ્થતાના વધુ મુશ્કેલ કાર્યને સરળ બનાવશે. આમાં નકકી કરવામાં આવે છે કે ષડયંત્ર, ખોટી, ભ્રમણ માહિતી ફેલાવતી પોસ્ટ, ફોટા અને વિડિયોને હટાવવા જોઈએ કે નહી...

ટિવટર માત્ર ત્રણ પ્રકારની ખોટી જાણકારીઓ પર લેબલ અંકિત કરે છે જેવા હાનિકારક એવા કોઈ પણ વિડિયો અને ઓડિયો સાથે ઈરાદાપૂર્વક છેડછાડ, ચુંટણી અથવા મતદાનની ખોટી માહિતી અને કોરોના સંબંધિત ખોટી અને ભ્રામક માહિતી લેબલમાં સામેલ કરવામાં આવી હતી. આવી ખોટી માહિતીને ઓળખવા ઓરેન્જ અને લાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તેઓ અગાઉના લેબલ કરતા વધુ અસરકારક સાબિત થાય.જેની તેઓ અગાઉના લેબલ કરતા વધુ અસરકારક સાબિત થાય પહેલા લેબલનો રંગ બ્લૂ હતો જે ટિવટરના રંગ સાથે મેળખાતા હતો.

ટિવટરે કહ્યું કે, પ્રયોગોમાં સામે આવ્યુ છે કે જો રંગ એકદમ આખોને આકર્ષીત કરે છે તો તે લોકોને વાસ્તવિક ટવીટને ઓળખવામાં મદદ કરી શકે છે. કંપનીએ કહ્યું કે આ લેબલ પર માહિતી કિલક કરવાના દરમાં 17 ટકાનો વધારો થયો છે. એટલે કે વધુ લોકોએ નવા લેબલનો ઉપયોગ કરીને ખોટા અને ભ્રામક ટવીટ વીશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement