જાહેરાતોમાં અબજો ડોલર કમાવવા ‘ફેસબુક’ કરી રહ્યુ છે બાળકોની જાસૂસી

19 November 2021 02:01 PM
India Technology
  • જાહેરાતોમાં અબજો ડોલર કમાવવા ‘ફેસબુક’ કરી રહ્યુ છે બાળકોની જાસૂસી

રિપોર્ટમાં થયો કંપનીના જુઠ્ઠાણાનો ખુલાસો

નવીદિલ્હી, તા.19
ફેસબુકે ભલે પોતાનું નામ બદલીને મેટા કરી દીધુ હોય પરંતુ તેને ઓનલાઈન લક્ષિત જાહેરાતોથી અબજો ડોલર કમાવવા માટે બાળકોની જાસુસી કરવાનું બંધ કર્યુ નથી. ઉલ્ટાનું જુઠુ બોલ્યુ કે હવે તેઓ આવુ કામ નથી કરતા આ ખુલાસો અનેક આંતરરાષ્ટ્રીય ટેકનિકલ સંશોધન સંસ્થાનો દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા રિપોર્ટમાં કરવામાં આવ્યા છે.

ફેસબુક હજુ પણ વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટ ફોર્મ પર બાળકોને ઓળખી રહ્યું છે. તેમની ઓનલાઈન પ્રવૃતિઓના ડેટા એકત્રિત કરી રહ્યુ છે ફેરટેલ ગ્લોબલ એકશન પ્લાન, રીસેટ ઓસ્ટ્રેલીયા વગેરે દ્વારા બહાર પાડવામાં આવેલા આ અકેવાલ મુજબ સતત કૌભાંડો અને નાગરીકોની બાળકો સુધીની ગોપનીયતાને ખતબ કરવાને કારણે ફેસબુકે માત્ર બ્રાન્ડની છબી બચાવવા માટે તેનું તાલ બહ્યુ છે.

તેઓ આલ્ગોરિધમસ હજુ પણ બાળકો પરના ડેટાની ઓળખ દેખરેખ એકત્ર કરી રહ્યા છે. ફેસબુક આ ડેટાનો ઉપયોગ તેમને ટાર્ગેટેડ જાહેરાતો આપવા માટે કરી શકે છે. તેનાથી તેની કમાણીમાં લાખો ડોલરનો વધારો થશે. ફેસબુકે રીપોર્ટના આરોપોને નકારી કાઢયા છે રિપોર્ટ અનુસાર હવે તેઓ જાહેરાત કર્તાઓને બદલે તેના એ આઈ દ્વારા બાળકોને ટાર્ગેટ કરી રહી છે. આને ઓપ્ટિમાઈઝેશન કહેવામાં આવે છે.

ઉ.દા.તરીકે મેદસ્વી બાળકોની ઓળખ કરવી અને તેમને વજન ઘટાડવામાં મદદ કરવા માટેની જાહેરાત આપી શકાય છે. 2017માં 14 શહેરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 33 ટકા ભારતીય બાળકો આ ટાર્ગેટેડ જાહેરાતોની પ્રભાવીત થયા છે. જે ખૂબ ચિંતાજનક છે.


Related News

Loading...
Advertisement
Advertisement