હવે મધ્ય ગુજરાતના અભયારણ્યોનાં મુલાકાતીઓને મળશે રૂા.50 લાખ સુધીનું વીમા કવચ

22 November 2021 10:38 AM
Vadodara Gujarat
  • હવે મધ્ય ગુજરાતના અભયારણ્યોનાં મુલાકાતીઓને મળશે રૂા.50 લાખ સુધીનું વીમા કવચ

* વન્યજીવન પ્રેમીઓ માટે આનંદના સમાચાર

* કુદરતી આફત, પ્રવાસીઓના હુમલા કે જંતુના કરડવાના કિસ્સામાં પ્રવાસીઓને મળશે રક્ષણ

* રતનમહાલ, જાંબુઘોડા સહિતના પાંચ ઈકો કેમ્પમાં દર વર્ષે 25,000 મુલાકાતીઓ આવે છે

વડોદરા, તા.22
શું તમે રીંછને તેમના કુદરતી રહેઠાણમાં જોવાનું આયોજન કરી રહ્યા છો ? તો તમારા માટે ખુબ સારા સમાચાર છે. હવે પંચમહાલના જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય તેમજ દાહોદના રતનમહાલ સ્લોથ રીંછના અભયારણ્યની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓને સુરક્ષિત કરવા માટે વીમા કવચ આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

જાંબુઘોડા, શિવરાજપુર અને રતનમહાલ ખાતે વન વિભાગની પાંચ ઈકો કેમ્પ સાઈટ્સનું સંચાલન કરતા સ્થાનિકોમાં સંગઠનો દ્વારા આ કેમ્પ્ની મુલાકાત લેતી વખતે મુલાકાતીઓને રૂા.50 લાખ સુધીનું આકસ્મિક વીમા કવચ અપાશે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.ડી. રાઉલએ જણાવ્યું કે આ વીમો સરકાર દ્વારા નહીં પરંતુ ઈકો કેમ્પસાઈટ્સનું સંચાલન કરતા સ્થાનિક મંડળીઓ દ્વારા આપવામાં આવે છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં પ્રવાસીઓએ હવે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવાની જરૂર રહેશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું. મહત્વનું છે કે, વડોદરા વન્ય જીવ વિભાગ રાજ્યમાં પ્રવાસીઓ માટે આ પ્રકારનું વીમા કવરેજ આપ્નાર પ્રથમ વિભાગ હશે.

પાંચ ઈકો કેમ્પ સાઈટ્સ જાંબુઘોડા ખાતે ધનપરી, શિવરાજપુર ખાતે તરગાલ અને ભાટ, રતનમહાલ ખાતે નલઘા અને ઉદલ, મહુડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાઉલએ જણાવ્યું કે ગયા વર્ષે કોરોનાને કારણે સંખ્યા ઓછી હતી, બાકી તો પાંચેય કેમ્પસાઈટ પર વર્ષમાં 25,000 પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. એસોસિએશનો તેમના પોતાના ખિસ્સામાંથી વીમા કવચ પ્રદાન કરે છે અને એક વર્ષ દરમિયાન વીમાના નાણાં આપવા માટેના બે કેસ પર વિચાર કરશે.

કોઈપણ વ્યક્તિ કે જેણે ગેટ પર એન્ટ્રી પાસ લીધો હશે અથવા ઈકો કેમ્પસાઈટ પર રાત્રી રોકાણ માટે ઓનલાઈન બુકિંગ કર્યું હશે તેને આની હેઠળ આવરી લેવાશે. આ વીમો કુદરતી આફત કે પ્રાણીના હુમલા તથા જંતુ કે સાપ્ના કરડવાના કિસ્સામાં રક્ષણ આપે છે તેમ જાંબુઘોડા ખાતે ઈકો કેમ્પસાઈટ ધનપરીના મેનેજિંગ એસો.ના પ્રમુખ પ્રદીપસિંહ રાણાએ જણાવ્યું હતું. એસોસિએશન માને છે કે, પ્રવાસીઓ પૈસા ખર્ચીને અહીં આવે છે તો તેમને પણ લાભ મળવો જોઈએ.


Related News

Loading...
Advertisement
Advertisement