મોબાઈલ સેવા વધુ મોંઘી બનશે : એરટેલ પ્રીપેઈડ પ્લાનના ભાવ વધારાશે

22 November 2021 11:35 AM
India Technology
  • મોબાઈલ સેવા વધુ મોંઘી બનશે : એરટેલ પ્રીપેઈડ પ્લાનના ભાવ વધારાશે

* તમારા કોલ-નેટ માટે વધુ ચુકવવા પડશે

* રીલાયન્સ જીઓ, વોડાફોન પણ લાઈનમાં: નવા રોકાણ-ફાઈવ જી સેવા માટે કંપની નાણાકીય તંદુરસ્ત હોય તે જરૂરી

નવી દિલ્હી: દેશમાં ટેલીકોમ સેવા મોંઘી થવાનો પ્રારંભ થયો છે અને આગામી તા.26થી જ અમલમાં આવે તે રીતે એરટેલ દ્વારા તેના ટેરીફમાં વધારો કરાયો છે. જેના પગલે વોડાફોન, આઈડીયા અને જીયો પણ ભાવવધારો કરશે તે નિશ્ચિત છે.

ભારતી એરટેલ જે દેશની નંબર ટુ ટેલીકોમ સેવા પ્રોવાઈડર કંપની છે. તેણે પોતાના પ્રી-પેઈડ પ્લાનમાં તા.26 નવે. થી અમલી બને તે રીતે 20-25% નો વધારો જાહેર કર્યો છે. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘નાણાકીય તંદુરસ્તી’ માટે આ એક આવશ્યક કદમ છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે અમારુ સ્પષ્ટ માનવું છે કે અમારી પ્રતિ ગ્રાહક આવક ઓછામાં ઓછી રૂા.200 અને તે રૂા.300ની હોવી જોઈએ અને તોજ કંપનીની નાણાકીય તંદુરસ્તી જળવાઈ રહેશે અને યોગ્ય બીઝનેસ મોડેલ બનાવી શકશે. હાલ એરટેલની પ્રતિગ્રાહક આવક રૂા.153 છે જયારે જીઓની રૂા.144 છે અને વોડાફોનની રૂા.109 છે.

એરટેલએ જણાવ્યું કે, યોગ્ય પ્રતિ ગ્રાહક આવકથી કંપનીના ભવિષ્યના રોકાણ માટે જે જે જરૂરી છે અને ખાસ કરીને ફાઈવ જી સેવા માટે જે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માટે જંગી ભંડોળ જરૂરી છે તે મેળવી શકશે જેથી અમારા પ્રીપેઈડ પ્લાન યોજવા ટેરીફ તા.26 નવેમ્બરથી અમલમાં આવશે. એરટેલની આ જાહેરાત પછી હવે રીલાયન્સ જીયો તથા વોડાફોન પણ તેના ટેરીફ વધારશે તેવા સંકેત છે.


Related News

Loading...
Advertisement
Advertisement