બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતે મેઘવાલ સમાજનો ચતુર્થ સમુહ લગ્નોત્સવ યોજાયો

22 November 2021 12:55 PM
Botad
  • બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતે મેઘવાલ સમાજનો ચતુર્થ સમુહ લગ્નોત્સવ યોજાયો
  • બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતે મેઘવાલ સમાજનો ચતુર્થ સમુહ લગ્નોત્સવ યોજાયો

મંત્રી પ્રદિપભાઈ પરમારની ઉપસ્થિતિ : પ્રશસ્તિપત્ર અને સહાય ચેકનું વિતરણ કરાયું

બોટાદ,તા. 22
આજ રોજ બોટાદ જિલ્લાના પાળીયાદ સ્થિત સૂર્યદીપ પેવર બ્લોક બાબરકોટ ખાતે મેઘવાલ સમાજના ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણું રાજ્ય એક એવું રાજ્ય છે કે કોઈ પણ સમાજમાં સમુહ લગ્નોત્સવ થાય ત્યારે તેમા રાજ્ય સરકાર સહભાગી બનતી હોય છે. સમગ્ર ગુજરાતની ચિંતા કરી લોકોની જરૂરીયાત મુજબ વિકાસના કામો આ સરકાર કરતી રહી છે. આરોગ્ય, શિક્ષણ, કૃષિ, રોજગાર જેવા દરેક વિભાગોના વિકાસ ક્ષેત્રે સરકાર કાર્ય કરી સહભાગી બની રહી છે. જન જનનો વિકાસ, સમાજનો વિકાસ, રાજ્યના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંકલ્પ કરી અનેક પ્રયાસો કરી રહ્યા છે. કોઈ છેવાડાના લાભાર્થીઓ યોજનાકીય લાભોથી વંચિત ન રહી જાય તે માટે અનેક કાર્યક્રમો આ સરકાર કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાત બનાવી તેમા સહભાગી થવા જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી તેમજ મહાનુભાવો દ્વારા સમૂહ્ લગ્નનું આયોજન કરનાર ભૂમિ માનવ કલ્યાણ એજ્ય.ટ્રસ્ટને પ્રશસ્તિપત્ર અને યુગલ દીઠ રૂ/.3000/- લેખે 11 યુગલોને રૂ.33000/- ની સહાયના મંજુરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. દરેક યુગલોને ભાગ લેવા બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોટાદ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાયના લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરાયા હતા.


Loading...
Advertisement
Advertisement