શ્રી કષ્ટભંજન દેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર

22 November 2021 04:29 PM
Rajkot Dharmik
  • શ્રી કષ્ટભંજન દેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર
  • શ્રી કષ્ટભંજન દેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર

કારતક માસ શનિવાર નિમિત્તે...

સાળંગપુર
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને કારતક માસના તૃતીય શનિવાર નિમિત્તે તા.20-11-2021ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી પૂજારી સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજનદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર એવં ફૂલોનો શણગાર કરવામાં આવેલ. 5-30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી તથા 7 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ.

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય સિલ્વર ડાયમંડ જડિત વાઘા શણગાર કરેલ જેમાં અંદાજે 15 કિલો ચાંદી વપરાયેલી છે જેમાંથી વાઘા-મુગટ-મોજડી બનાવવામાં આવેલ છે. આ વાઘા બનાવવામાં અંદાજે છ મહિનાનો સમય લાગેલ છે. આ વાઘાની ડિઝાઈન શ્રી શા.સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ના માર્ગદર્શન મુજબ તૈયાર કરવામાં આવેલ છે. વાઘા ઉપર ઓરિજનલ 200 ગ્રામ રોડિયમ ચઢાવવામાં આવેલ છે તથા ગોલ્ડ પ્લેટીંગ કરવામાં આવેલ છે. હજારો ભકતોએ આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


Related News

Loading...
Advertisement
Advertisement