કુંડળીમાં મંગળ નબળો કે ભારે હોય, દોષ હોય તેના માટે અંગારકી ચોથનું વ્રત કરવું ઉત્તમ ફળદાયક રહેશે

22 November 2021 04:30 PM
Rajkot Dharmik
  • કુંડળીમાં મંગળ નબળો કે ભારે હોય,  દોષ હોય તેના માટે અંગારકી ચોથનું વ્રત કરવું ઉત્તમ ફળદાયક રહેશે

કાલે અંગારકી ચોથ

રાજકોટ, તા.22
મંગળવારે અંગારકી ચોથ - સંકષ્ટ ચતુર્થી કારતક વદ ચોથને મંગળવાર તા.23-11-21 ના દિવસે અંગારકી ચોથ છે . સામાન્ય રીતે મંગળવાર અને ચૌથ આવે તો તેનું મહત્વ વધી જાય છે. પરંતુ ખાસ કરીને વદ પક્ષમાં ચોથને મંગળવાર આવે તો તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે . મંગળવારે સંકષ્ટ ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ રહેવો. ઉપવાસમાં આખો દિવસ ફળ, દુધ, દહીં, છાશ લઈ શકાય તે સિવાયની વસ્તુઓ લેવી નહીં. દિવસ આથમ્યા પછી ગણપતીદાદાનું પૂજન કરવું.

પૂજનમાં દાદાને દુર્વા, લાલ ગુલાબની પાંખડી ચડાવવી વધારે ઉત્તમ ગણાય . પૂજન પૂર્ણ થયા બાદ ગણપતીદાદાને ભાખરીના ગોળવાળા 21 લાડુ અર્પણ કરવા. 11 અથવા 7 લાડુ પણ ધરી શકાય નાના લાડુ પણ બનાવી અને ધરી સકાઈ છે ત્યારબાદ આરતી કરી ચંદ્ર દર્શન કરી પછી ધરાવેલા લાડુ અને દહીં, છાશનો પ્રસાદ લઈ શકાય.

ફળ - લોકોને જીવનમાં વારંવાર મુસીબતો આવતી હોય અને જેવો ને પોતાના રહેવા માટે નું મકાન નો હોઈ વ્યાપાર-ધંધામાં નોકરીમાં મુસીબત હોય તથા જેની કુંડળીમાં મંગળ ભારે હોય, મંગળ દોષ હોય, મંગળ નબળો હોય તેવા લોકોએ ખાસ કરીને આ અંગરકી ચોથ નું વ્રત કરવું ઉત્તમ ફળ દાયક રહેશે. આ અંગારકી ચોથના દિવસે સંકટનાશન ગણપતિ સ્તોત્રના પાઠ કરવા અથવા તો ગણપતિ અથર્વશીર્ષ ના પાઠ કરવા થી જીવનની મુસીબતો દૂર થશે ગણપતિદાદા તેમના વિઘ્નો દૂર કરશે. ગણપતિ દાદાને વિઘ્નહર્તા કહેવામાં આવેલ છે

ગણપતિ દાદા એ ચંદ્ર ને વરદાન આપેલું ભાદરવા સુદ ચોથના દિવસે જે લોકો તારા દર્શન કરશે તેઓના ઉપર મુસીબત આવશે તથા તે સિવાયની આવતી ચોથના દિવસે દર્શન કરશે અને મારું વ્રત કરશે મારું પૂજન કરશે તો તેઓની મુસીબત વિઘ્નો દૂર કરીશ તથા મંગળવારે આવતી ચોથને સંકટ ચતુર્થી કહેવાશે એક બીજી કથા પ્રમાણે મંગળ ગ્રહ દેવે મંગળવારના દિવસે ગણપતિ દાદા નુ વ્રત કરેલું અને ગણપતિ દાદા એ વરદાન આપેલું કે મંગળવારના દિવસે વદ ચોથ તિથી આવશે તો તેને સંકષ્ટ ચતુર્થી કહેવાશે અને આ દિવસે જે કોઈ લોકો મારી પૂજા કરી અને વ્રત કરશે. તેમના બધા જ સંકટ દૂર કરીશ આમ સંકટ ચતુર્થી ના દિવસે ગણપતિ દાદાનું પૂજન તથા દાદાને લાડુનો થાળ ધરાવવો તથા ઉપવાસ કરવો જીવનની બધી જ મુસીબતો દૂર થશે.....ચંદ્ર દર્શનનો સમય રાત્રે ચંદ્ર ઉદય 21.09 કલાંકે છે. શાસ્ત્રી રાજદીપ જોશી


Related News

Loading...
Advertisement
Advertisement