અકસ્માતમાં ઘવાયેલા જસદણના આંબરડી ગામના ગીધાભાઈ મકવાણાનું સારવારમાં મોત

23 November 2021 12:28 PM
Jasdan Crime Rajkot
  • અકસ્માતમાં ઘવાયેલા જસદણના આંબરડી ગામના ગીધાભાઈ મકવાણાનું સારવારમાં મોત

તા.14ના જસદણથી બોલેરો પીકઅપના ઠાઠે બેસી જઇ રહ્યા હતા ત્યારે ભેંસાણના પરબવાવડી નજીક પડી જતા ગંભીર રીતે ઘવાયા હતા, રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ,તા. 23
જસદણના આંબરડી ગામે રહેતા ગીધાભાઈ નાનજીભાઈ મકવાણા (ઉ.55)નું ભેંસાણના પરબવાવડી પાસે અકસ્માત થતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓએ ગઇકાલે સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દેતા મકવાણા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

બનાવની વિગત મુજબ ગત તા. 14ના રોજ ગીધાભાઈ મકવાણા જસદણથી બોલેરો પીકઅપના ઠાઠે બેસી જુનાગઢ પંથકમાં જઇ રહ્યા હતા ત્યારે ભેંસાણના પરબવાવડી નજીક તેઓ અચાનક બોલેરોના ઠાઠેથી નીચે રોડ પર પડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સૌપ્રથમ ગીધાભાઈને ઘાયલ અવસ્થામાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ રાજકોટની દોશી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. અહીં સારવાર દરમિયાન ગઇકાલે મંગળવારે તેમનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો હતો. આ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસના પીએસઆઈ બી.બી. રાણા અને સ્ટાફે દોડી જઇ જરુરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement