જસદણમાં કોઠી ગામે વાડીમાં લઘુશંકા કરવા મામલે દંપતી પર પાડોશીનો હુમલો

23 November 2021 12:29 PM
Jasdan Crime
  • જસદણમાં કોઠી ગામે વાડીમાં લઘુશંકા કરવા મામલે દંપતી પર પાડોશીનો હુમલો

રાજકોટ,તા.23
જસદણના કોઠી ગામે રહેતા અને ખેતીકામ કરતા બાબુભાઈ માવજીભાઈ હંડા(ઉ.વ.35)નામના યુવાને પોલીસ ફરિયાદમાં છગનભાઈ નરશીભાઈ વાવડીયા,વિપુલ છગન વાવડીયાં,રાજુ છગન,છગનના પત્ની અને વિપુલની પત્નીનું નામ આપતા જસદણ પોલીસમાં હુમલા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

બાબુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારી વાડીમાં પત્ની અસ્મિતા સાથે ખેતીનું કામ કરતો હતો ત્યારે આરોપીઓ એ વાડીમાં લઘુશંકા કરવા મામલે બોલાચાલી કરી પાઇપ વડે આડેધડ ઘા ઝીંકી ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરી હતી.

તેમજ અન્ય આરોપીઓ એ લાકડી વડે અને ઢીકાપાટુનો મારમારી ઇજા કરી હતી.તેમજ પત્ની અસ્મિતાબેનને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો.જેથી અમોને શરીરે ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement