પ્રિયંકા ચોપડા-નિક જોનાસ વચ્ચે તીરાડ ? માતા મધુ ચોપડાએ કહ્યું, બકવાસ ફેલાવાનું બંધ કરો !

23 November 2021 01:56 PM
Entertainment
  • પ્રિયંકા ચોપડા-નિક જોનાસ વચ્ચે તીરાડ ? માતા મધુ ચોપડાએ કહ્યું, બકવાસ ફેલાવાનું બંધ કરો !

ઈન્સ્ટાગ્રામ-ટવીટર પરથી પ્રિયંકાએ જોનાસ સરનેમ હટાવતાં જ બન્ને વચ્ચે બધું ઠીક નહીં હોવાના કયાસો લાગવાનું શરૂ

નવીદિલ્હી, તા.23
ફિલ્મી અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેના પતિ અમેરિકી સિંગર નિક જોનસ ફરી એક વખત ચર્ચામાં છવાઈ ગયા છે. પ્રિયંકા ચોપડાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી પતિની સરનેમ (અટક) જોનસ હટાવી નાખી છે ત્યારબાદથી બન્ને વચ્ચે તીરાડ પડ્યાની અટકળો વહેતી થઈ ગઈ હતી.

આ પહેલાં પણ પ્રિયંકા અને નીક વચ્ચે તલાક થવાના અહેવાલો ચપ્તયા હતા. પહેલી વખત એવું બન્યું છે જ્યારે પ્રિયંકાએ પોતાના પતિની સરનેમને નામમાંથી હટાવી નાખી છે કેમ કે આ પહેલાં પ્રિયંકાને હંમેશા ગર્વ સાથે પોતાના નામમાં જોનસ કહેતાં જોવાઈ હતી.

આ બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાના માતા મધુ ચોપડાએ આ અહેવાલને બકવાસ ગણાવતાં કહ્યું કે આ પ્રકારની અફવા ન ફેલાવવી જોઈએ. પ્રિયંકા-નિક વચ્ચે બધું ઠીક છે. તે નિકને પોતાના પુત્રની જેમ માને છે આવામાં તલાકનો કોઈ સવાલ જ નથી.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નીક જોનાસના લગ્નને ત્રર વર્ષ થઈ ગયા છે. 1 ડિસેમ્બર-2018માં જોધપુરમાં બન્નેએ હિન્દુ અને ઈસાઈ રીતિરિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવાર અને અમુક ખાસ મીત્રો જ હાજર રહ્યા હતા. લગ્ન બાદ પ્રિયંકાએ પોતાનું નામ પ્રિયંકા ચોપડામાંથી બદલાવીને પ્રિયંકા ચોપડા જોનસ કરી નાખ્યું હતું.

લગ્નના ત્રર વર્ષ સુધી બન્ને એકબીજાને પ્રેમનો એકરાર કરતાં જોવા મળી રહ્યા હતા પરંતુ પ્રિયંકાએ અચાનક જ ટવીટર અને ઈન્સ્ટાગ્રામ પરથી જોનસ સરનેમ હટાવી નાખી છે જેના કારણે કયાસો લાગવાનું શરૂ થઈ ગયું છે કે બન્ને વચ્ચે કંઈક ડખ્ખો થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement