પોરબંદર-મુંબઇ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનને વાંસજાળીયા ખાતે અપાયો સ્ટોપ

23 November 2021 03:12 PM
Porbandar
  • પોરબંદર-મુંબઇ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનને વાંસજાળીયા ખાતે અપાયો સ્ટોપ

જામજોધપુરના ધારાસભ્ય કાલરીયાની રજૂઆતને સફળતા

જામજોધપુર,તા.22
(ભરત ગોહેલ દ્વારા)
પોરબંદર-મુંબઇ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનને વાંસજાળીયા ખાતે સ્ટોપ અપાયો છે. આ અંગે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ ભાવનગર રેલ્વે ડીવીઝનને રજૂઆત કરી હતી જેને સફળતા મળી છે.ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ રજૂઆતમાં જણાવેલ છે, તેઓના મત વિસ્તારમાં જામજોધપુર લાલપુર ખાતે વાંસજાળિયા જંકસન તેમજ લાલપુર રેલ્વે સ્ટેશન સૌરાષ્ટ્રના તાલુકા મથક તેમજ મુખ્ય જંકશન આવેલ છે. જયાંથી સૌરાષ્ટ્રને અન્ય રાજયો સાથે જોડતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ તેમજ પોરબંદર દિલ્હી સરાઇ રોહિલા જે બંને ટ્રેનોના ભુતકાળમાં કોરોના કાળ પહેલા વાંસજાળીયા તેમજ લાલપુર ખાતે સ્ટોપ હતા.

જે પુન: રેલ્વે વ્યવહાર શરૂ થતા આ બંને મુખ્ય સ્ટેશનો ખાતે ઉપરોકત બંને સ્ટેશનના સ્ટોપ આપેલ નથી. જેથી તેઓના મત વિસ્તારના આશરે 2,00,000 જેટલી વસ્તીવાળા વિસ્તારના મુસાફરોને ટ્રેનની મુસાફરી કરવી ખુબ જ મુશ્કેલ બનેલ છે. મુખ્યત્વે મહિલાઓ, બાળકો તેમજ સીનીયર સીટીઝન લોકો ટ્રેનની મુસાફરી પસંદ કરતા હોય છે. આ બંને સ્ટેશનો પર સ્ટોપ ન હોવાના કારણે મુસાફરોને લાંબી મુસાફરી કરવી ખુબ જ મુશ્કેલ બનેલ છે. જે બાબત ધ્યાને લઇ તાત્કાલીક સૌરાષ્ટ્ર એકસપ્રેસ તેમજ પોરબંદર, દિલ્હી બંને ટ્રેનના સ્ટોપ વાંસજાળીયા તેમજ લાલપુર ખાતે પુન: શરૂ કરવા માંગણી કરી હતી.જેમાં સૌરાષ્ટ્ર એકસપ્રેસને વાંસજાળીયા ખાતે સ્ટોપ અપાયું છે.


Loading...
Advertisement
Advertisement