વોટસએપ લાવ્યુ ફલેશ કોલ ફીચર, ઓટીપીની ઝંઝટથી છુટકારો

23 November 2021 03:20 PM
India Technology
  • વોટસએપ લાવ્યુ ફલેશ કોલ ફીચર, ઓટીપીની ઝંઝટથી છુટકારો

દિલ્હી તા.23
વોટસએપે ભારત માટે બે નવા સેફટી ફીચર્સ રજૂ કર્યા છે. આનુ નામ છે ફલેશ કોલ અને મેસેજ લેવલ રિપોર્ટીંગ. એપ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન કામમાં આવશે. જયા તે એસએમએસ વેરીફીકેશન વિકલ્પ ઉપરાંત હાજર રહેશે.

વોટસએપનું કહેવું છે કે આ બંને ફીચર્સ યુઝરના અનુભવને સુરક્ષિત રાખવા માટે રજૂ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શન ઉપરાંત વોટસએપ ઘણી સુરક્ષા સુવિધાઓ પણ આપે છે જેમકે સંપર્કોને અવરોધીત કરવા, કોની સાથે શું શેર કરવુ તેના પર નિયંત્રણ, સંદેશાઓ ગાયબ થઈ જવા અને ટચ આઈડી અથવા ફેસ આઈડીની મદદથી એપ્સને લોક કરવુ. એપને વધુ સુરક્ષિત બનાવવાના તેના પ્રયાસોના ભાગરૂપે વોટસએપએ ફલેશ કોલ અને મેસેજ લેવલ રિપોર્ટીંગ ફીચર્સ રજુ કર્યા છે. લોકોએ હવે એસએમએસ વેરીફીકેશન દરમ્યાન ઓટીપી આવવાની રાહ જોવી પડશે નહી.

આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે અને વોટસએપને ફોન પર કોલ કરીને નંબર ચકાસવાની મંજુરી આપે છે. વોટસએપ દાવો કરે છે. આ એક વધુ સુરક્ષિત વિકલ્પ છે. કારણ કે તેમાં બધુ જ એપની અંદર થાય છે જયારે વોટસએપ યુઝર્સ હવે ચોકકસ મેસેજને માર્ક કરીને વોટસએપ એકાઉન્ટની જાણ કરી શકે છે. જે યુઝર્સ વધુ સલામતી ઈચ્છે છે તેમને ટુ સ્ટેપ વેરીફીકેશનનો ઓપ્શન મળશે. કંપનીએ ભૂતકાળમાં અદ્દશ્ય થતા સંદેશાઓ અને વ્યુવન્સ પણ રજૂ કર્યા હતા. તેમની મદદથી કોઈપણ ફોટો અને વીડીયો પછી ગાયબ થઈ જશે.


Related News

Loading...
Advertisement
Advertisement