સલમાનખાન દેશભરમાં શરૂ કરશે ખુદની થિયેટર ચેન-સલમાન ટોકીઝ

23 November 2021 03:43 PM
Entertainment India
  • સલમાનખાન દેશભરમાં શરૂ કરશે ખુદની થિયેટર ચેન-સલમાન ટોકીઝ

કોરોનાને કારણે આ યોજના રોકાઈ હતી, હવે શરૂ કરશું: સલમાનખાન

મુંબઈ: સલમાન ખાન ટુંક સમયમાં જ તેની આગામી ફિલ્મ ‘અંતિમ; ધી ફાઈનલ ટ્રુથ’માં નજરે પડશે. દરમિયાન એવી વાત બહાર આવી છે કે ટુંક સમયમાં સલમાન એક નવા ફિલ્ડમાં ઝંપલાવવાની તૈયારી કરી રહ્યો છે. સલમાનનો પ્લાન છે દેશભરમાં પોતાની થિયેટર ચેન ખોલવાનો. આ સિનેમાઘરોની ચેનનું નામ પણ સલમાન ટોકીઝ હશે.

સલમાનનો થિયેટર ચેન ખોલવાનો પ્લાન ઘણા વર્ષો જુનો છે, પણ હજુ સુધી તેનો અમલ નથી થયો. એક વાતચીતમાં સલમાને જણાવ્યું હતું કે તેણે થિયેટર ચેન ખોલવાનો પ્લાન ટાળ્યો નથી. તેણે જણાવ્યું હતું કે હા, અમારો પ્લાન થિયેટર ખોલવાનો છે. અમે તેનો પ્લાન બનાવ્યો છે અને આશા છે કે ટુંક સમયમાં જ તેના પર અમલ કરવામાં આવશે. હજુ આ બાબતે કામ થઈ રહ્યું છે. અમે પ્લાન બનાવ્યો હતો પણ કોરોના વાઈરસના કારણે રોકી દીધો હતો. હવે ધીરે ધીરે અમે પાછા ટ્રેક પર આવી રહ્યા છીએ.


Related News

Loading...
Advertisement
Advertisement