એપ્રિલના પહેલાં સપ્તાહથી આઈપીએલ શરૂ: ચેન્નાઈ રમશે ઉદ્ઘાટન મુકાબલો

24 November 2021 11:08 AM
India Sports World
  • એપ્રિલના પહેલાં સપ્તાહથી આઈપીએલ શરૂ: ચેન્નાઈ રમશે ઉદ્ઘાટન મુકાબલો
  • એપ્રિલના પહેલાં સપ્તાહથી આઈપીએલ શરૂ: ચેન્નાઈ રમશે ઉદ્ઘાટન મુકાબલો

આ વર્ષે 60ની જગ્યાએ 74 મેચ રમાશે: જાન્યુઆરીમાં થશે મેગા ઑક્શન: ટૂંક સમયમાં કાર્યક્રમની કરાશે સત્તાવાર જાહેરાત

નવીદિલ્હી, તા.24
આઈપીએલ-2022 માટેનો કાર્યક્રમ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યો છે. ટી-20 લીગની નવી સીઝનની શરૂઆત એપ્રિલના પ્રથમ સપ્તાહથી થઈ શકે છે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ-2021નો ખિતાબ જીત્યો હતો. આવામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાને નાતે ઉદ્ઘાટન મેચમાં તેને જ તક મળશે. નવી સીઝનમાં આઠની જગ્યાએ દસ ટીમો મેદાને ઉતરશે જેના કારણે મેચની સંખ્યા 60થી વધીને 74 થઈ જશે. ક્રિકેટ બોર્ડે પહેલાંથી જ જાહેરાત કરી દીધી છે કે ટૂર્નામેન્ટ આ વખતે દેશમાં જ આયોજિત કરાશે.

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર આઈપીએલનો પ્રારંભ બે એપ્રિલથી થઈ શકે છે. મેચ વધવાને કારણે આ વખતે ટૂર્નામેન્ટ 60 દિવસથી વધુ સમય ચાલશે. ફાઈનલ મુકાબલો 4 અથવા 5 જૂને રમાઈ શકે છે. આ વખતે તમામ ટીમ પહેલાંની જેમ જ 14-14 મેચ રમશે જેમાં સાત મેચ પોતાના ગ્રાઉન્ડ અને સાત મેચ હોમ ગ્રાઉન્ડની બહાર રમશે.ઉદ્ઘાટન મુકાબલામાં ચેન્નાઈ સુપરકિંગ્સની ટક્કર કઈ ટીમ સામે થશે તેને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ એવું મનાય રહ્યું છે કે પહેલાંની જેમ જ તેની ટક્કર કટ્ટર હરિફ મુંબઈ ઈન્ડિયન્સ સામે થઈ શકે છે.

રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈએ સૌથી વધુ પાંચ વખત ટી-20 લીગના ખીતાબ ઉપર કબજો કર્યો છે જ્યારે ચેન્નાઈ ચાર વખત ચેમ્પિયન બની છે. આઈપીએલ-2020ની અડધી સીઝન ભારત તો અડધી સીઝન યુએઈમાં રમાડવામાં આવી હતી. જો કે આ વર્ષે એવું બનશે નહીં. તાજેતરમાં જ બોર્ડના સચિવ જય શાહે જાહેરાત કરી દીધું છે કે નવી સીઝન ભારતમાં જ રમાશે. અમદાવાદ અને લખનૌ એમ બે ટીમ લીગ સાથે જોડાઈ ગઈ છે. જાન્યુઆરીમાં મેગા ઑક્શન થવાની શક્યતા છે. ભારત અને ન્યુઝીલેન્ડ શ્રેણીમાં ક્રિકેટરસિકો સ્ટેડિયમમાં આવી રહ્યા છે આવામાં આઈપીએલમાં પણ આ વખતે મોટી સંખ્યામાં દર્શકોને એન્ટ્રી અપાઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement