હવે મોબાઈલને પણ પડશે મોજ: ‘સાંઈરામ દવે OTT’નું ટૂંક સમયમાં લોન્ચીંગ

24 November 2021 12:29 PM
Rajkot Gujarat Saurashtra
  • હવે મોબાઈલને પણ પડશે મોજ: ‘સાંઈરામ દવે OTT’નું ટૂંક સમયમાં લોન્ચીંગ

* વલ્ગારિટીને તિલાંજલી આપી શુદ્ધ-સાત્વિક ગુજરાતી હાસ્ય-સાહિત્ય લોકોને મળે તે જ હેતુ

* ઉભરતાં કલાકારોને મળશે ‘બુસ્ટર’ : એક જ પ્લેટફોર્મ પર પરિવાર સાથે બેસીને નિર્દોષ મનોરંજન મેળવી શકશે: જોક કેવી રીતે કહેવો, હાસ્યના પ્રકાર કેટલા ? સહિતનું વિશાળ માર્ગદર્શન આ પ્લેટફોર્મ ઉપરથી મળી શકશે

* મોબાઈલ ઉપર એક ક્લિક કરીને પૂરો પરિવાર ટીવી પર સાંઈરામ દવેના વિવિધ કાર્યક્રમો નિહાળી શકશે: આ પ્રકારનું પ્લેટફોર્મ લોન્ચ કરનારા સાંઈરામ ગુજરાતના પ્રથમ કલાકાર

* પ્લેસ્ટોર અને એપ સ્ટોર ઉપર વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે: સાંઈરામ દવે સહિતના મહાનુભાવો ‘સાંજ સમાચાર’ની મુલાકાતે

રાજકોટ, તા.23
રાજકોટ જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર-ગુજરાત-દેશ-વિદેશના લોકોને હાસ્ય તેમજ સાહિત્યનું ઘેલું લગાડનારા કલાકાર સાંઈરામ દવે ટૂંક સમયમાં પોતાનું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચીંગ કરવાના છે. હાસ્ય, સાહિત્ય અને શિક્ષણમાં અનોખા પ્રયોગો દ્વારા લાખો ગુજરાતીઓના દિલ જીતનારા સાંઈરામ દવે ગુજરાતના પ્રથમ એવા કલાકાર છે જેઓ પોતાનું મેગા ઓટીટી પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. વર્ષો પહેલાં 2007માં સાંઈરામ દવે ડોટ કોમ નામની વેબસાઈટ તેમણે શરૂ કરી હતી.

આ ઉપરાંત સાંઈરામ દવે ઓફિશિયલ ફેસબુક પેઈઝ ઉપર દસ લાખ ફોલોઅર્સ ધરાવતાં સાંઈરામ દવે ગુજરાતના એકમાત્ર હાસ્ય કલાકાર છે. છેલ્લા 26 વર્ષથી તેઓ ગુજરાતને કલાક્ષેત્રની સેવાઓ આપી રહ્યા છે. કોરોનાકાળ પછી ઓટીટી પ્લેટફોર્મ તરફ બોલિવૂડે પણ ઝુકાવ્યું છે ત્યારે ગુજરાતના એક કલાકાર તરીકે સર્વપ્રથમ ‘સાંઈરામ દવે ઓટીટી’ નામનું પોતાનું જ પ્લેટફોર્મ સાંઈરામ દવેએ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની વિગતો આપવા આજે સાંઈરામ દવે સહિતનાએ ‘સાંજ સમાચાર’ની મુલાકાત લીધી હતી જેમાં આ પ્લેટફોર્મ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી.

‘સાંજ સમાચાર’ની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે ,અત્યારે ઓટીટી પ્લેટફોર્મ તો ઘણા બધા છે પરંતુ પરિવારના દરેક સભ્યો સાથે બેસીને બધા કાર્યક્રમો જોઈ શકે તેવા પ્લેટફોર્મ કેટલા ? આવા સવાલ ઉઠાવવાની જગ્યાએ આનો જવાબ લઈને હું ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ લઈને આવી રહ્યો છું. આ ઓટીટી એ મનોરંજનનું મેઘધનુષ બનીને રહેશે તેવો મને વિશ્વાસ છે. આજ સુધી મેં લોકોને પસંદ પડે તે પ્રકારનું હાસ્ય-સાહિત્ય પીરસ્યું છે પરંતુ આ પ્લેટફોર્મ ઉપર સાંઈરામને પસંદ પડે એવું અને આજ સુધી સાચવી રાખેલું સાહિત્ય રજૂ થશે.

ટૂંકમાં સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અને હાસ્ય સાહિત્ય એક નવા ક્લેવર સજવા તૈયાર થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ ઉપર સાંઈરામ દવેની 26 વર્ષની કલાક્ષેત્રની યાત્રાનો નીચોડ હશે. આ સાંઈરામ દવે ઓટીટી અબાલવૃદ્ધ સૌને નિહાળવું ગમે તેમજ ઉભરતાં કલાકારો માટે એક નવી દિશા ખોલનારું પ્લેટફોર્મ હશે. સાથે જ લોકો સારું જોઈ શકે તે માટે આ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રીપ્શન નિ:શુલ્ક રાખવામાં આવ્યું છે. ઓટીટી ટૂંક સમયમાં પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર ઉપલબ્ધ બનશે.

તેમણે ઉમેર્યું કે આ ઓટીટી સાથે ગુજરાતની નવી પેઢીના કલાકારોને એક જેકપોટ લાગવાનો છે. લોકસાહિત્ય કે હાસ્ય જનરલી કોઈને શીખવતું નથી. લોક માનસમાં એવી દૃઢ માન્યતા છે કે કલાકાર જન્મ લ્યે છે, કલા શીખવી ન શકાય ! જ્યારે સાંઈરામ દવે છેલ્લા છ વર્ષથી મહેનત કરીને હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર બનવા માટેનો એક આખો ‘એક્સક્લુઝિવ’ ઓનલાઈન કોર્સ તૈયાર કરેલો છે જેમાં કોઈ પણ વ્યક્તિ એ કોર્સ જોઈન્ટ કરે તો સાંઈરામ વિધિવત રીતે હાસ્યનું વિજ્ઞાન શીખવશે. કલાકારે જોક કેવી રીતે કહેવો ? સ્ટેજ ફીયર (સ્ટેજ પરનો ડર) કેવી રીતે દૂર કરવો ? જોક સ્ટ્રક્ચર શું છે ? હાસ્યના પ્રકારો કયા કયા છે ? તેની એકદમ પ્રેક્ટિકલ અને વિધિવત ઉદાહરણ તથા અસાઈન્મેન્ટસ સાથેની છણાવટ સાંઈરામ દવેએ આ કોર્સમાં કરેલી છે.

નવા કલાકાર માટે તેની પ્રથમ સ્ક્રીપ્ટથી માંડી અને માઈક સેન્સ, ડ્રેસિંગ સેન્સ તેમજ સ્ટેજના એટિકેટ્સની ખૂબ જ મોર્ડન શૈલીમાં સાંઈરામે આ કોર્સમાં રજૂ કરી છે. કેટલીક તૈયાર સ્ક્રીપ્ટ તેમજ લોકસાહિત્યની અપ્રાપ્ય કવિતાઓનો એક ઉમોલ લીથો કોર્સ સબસ્ક્રાઈબ કરનારા વિદ્યાર્થીને ફ્રીમાં આપવામાં આવશે. દઆ કોર્સ બનાવવા પાછળ મારો હેતુ એટલો જ છે કે આવનારા દિવસોમાં વલ્ગારિટીને પ્રાધાન્ય આપનારા કલાકારોને બદલે ગુજરાતની ધરોહરને જાળવીને સારા, સાચા અને શિક્ષિત કલાકારોની ગુજરાતને ભેટ મળે.

અધ્યાત્મનું આંગણું
અધ્યાત્મથી યુથને ફેમિલી અને મોરલ વેલ્યુ સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન એટલે અધ્યાત્મનું આંગણું. અધ્યાત્મ એ કથાના ફોર્મેટમાં વડિલોને ગમે અને મોટીવેશનના ફોર્મેટમાં વડીલોને ગમે અને મોટીવેશનના ફશેર્મેટમાં યુવાનોને ગમે છે. વડિલો જ નહીં, યુવાનો અને બાળકોને આ ઓટીટીમાં અધ્યાત્મનો અલગ જ અંદાજ જોવા મળશે.

શું હશે ‘સાંઈરામ દવે ઓટીટી’ પર યુથ વર્લ્ડ
યુવાઓ અત્યારે ગમે તે જુએ છે એની જગ્યાએ તેમને ગમી જાય એવું જુએ એટલા માટે આ કોર્નર બનાવાયું છે. અહીં નવા વિચાર, નવી સ્ક્રીપ્ટ, નવા ડિરેક્શન સાથેની યુવાનો માટે સ્પેશ્યલ સિરીઝ છે યુથ વર્લ્ડ.

યુથ વર્લ્ડ
યુવાઓ અત્યારે ગમે તે જુએ છે એની જગ્યાએ તેમને ગમી જાય એવું જુએ એટલા માટે આ કોર્નર બનાવાયું છે. અહીં નવા વિચાર, નવી સ્ક્રીપ્ટ, નવા ડિરેક્શન સાથેની યુવાનો માટે સ્પેશ્યલ સિરીઝ છે યુથ વર્લ્ડ.

ફોક-ટોક
લોકસાહિત્ય આપણો અદ્ભુત વારસો છે. તેને વર્ષોવર્ષ સુધી ને આપણા વારસ સુધી પહોંચાડવાનો નવો રસ્તો એટલે ફોક ટોક. કેટલાક સવાલોએ ફોક ટોક વિષયને જન્મ આપ્યો. ફોક ટોકમાં લોકસાહિત્ય, પરિયોડિકલ સિનેમા સહિતના વિષયોને આવરી લેવામાં આવશે.

કોમેડી કાર્નિવલ
નવા વિષય, નવી રજૂઆત સાથે નવી જનરેશનને ગમે તેવી કોમેડીનો કાર્નિવલ આ ઓટીટી પર જોવા મળશે. આ ઓટીટી પર હાસ્યની છોળ ઉડશે જ સાથે સાથે તેને પીરસવાનો અંદાજ કંઈક જુદો અને યુવાનોને ગમે તેવો હશે.

સાહિત્ય
શબ્દોની એક આગવી દુનિયાને સાંઈરામ દવે દર્શકો સુધી-શ્રોતાઓ સુધી પહોંચાડવા માટે તૈયાર છે. શબ્દોની નવી દુનિયાને લોકો સુધી નવા પ્રકારે આ પ્લેટફોર્મ થકી પહોંચાડવામાં આવશે.

વંદે રાષ્ટ્રમ્
દેશભક્તિ માટે સ્પેશ્યલ ડાયરો કરનારા કલાકાર તરીકે સાંઈરામ દવે જાણીતા છે. આ જ વાતને તેઓ ડાયરાને બદલે ડ્રામા અથવા વેબસિરીઝ દ્વારા આ કોર્નર થકી પ્રસ્તુત કરશે. દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ જાગે, જીવે, અમર રહે એવા દેશદાઝ ભર્યા વિચાર સાથે સાંઈરામ દવે વંદે રાષ્ટ્રમ્ થકી લોકોની રાષ્ટ્રભક્તિના વિચારોને વધુ મોકળા કરશે.

કીડ્ઝ કોર્નર
બાળગીતો-બાળ વાર્તાઓ-હાલરડાં-પેરેન્ટીંગ ટીપ્સ અને બીજું ઘણું બધું સાંઈરામ દવે ઓટીટી પર ઉપલબ્ધ બનશે. ખાસ કરીને મોબાઈલની સ્ક્રીનમાં ખોવાયેલું બાળક એ જ મોબાઈલની સ્ક્રીનમાં કંઈક ઉજળું શીખે અને જુએ તે પ્રકારે આ કોર્નર પર સામગ્રી પીરસાશે.


Related News

Loading...
Advertisement
Advertisement