બોટાદ જીલ્લાની શાળાઓમાં ધો.1 થી 5ના વર્ગો શરૂ : કેટલાક વાલીઓ બાળકોને મોકલવા રાજી નથી

24 November 2021 12:32 PM
Botad
  • બોટાદ જીલ્લાની શાળાઓમાં ધો.1 થી 5ના વર્ગો શરૂ : કેટલાક વાલીઓ બાળકોને મોકલવા રાજી નથી

બોટાદ, તા.24
દિવાળી વેકેશન પુરૂ થતા ગુજરાત રાજય સરકારે તા.22ના સોમવારથી ધો. 1 થી 5 સુધીનું શિક્ષણ કાર્ય શાળાઓમાં શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. લગભગ અંદાજે 20 માસથી ભુલાકાઓ સોમવારથી 1 થી 5 ધોરણના ભુલકાઓ શાળાઓ જતા થયા છે. આથી સંચાલકો અને શૈક્ષણિક સ્ટાફ પણ કામે લાગી ગયો છે. છતાં અમુક વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલવા તૈયાર થયા નથી.જોકે શાળાના સંચાલકો સક્રિય થયા છે સ્કુલ તરફથી સુચનાઓ આપવામાં આવે છે.

વારંવાર હાથ ધોવા માસ્ક પહેરવા તથા સ્કુલ તરફથી સેનેટાઇઝેશન શરૂ કરાયું છે. સઘન સફાઇ કરવામાં આવી રહી છે. રસીકરણ પુરેપુરૂ નહીં થતા આથી વાલીઓ પોતાના છોકરાઓને શાળામાં મોકલતા ગભરાય છે. ધો.1 થી 5 વર્ગના ચાલુ થતા શહેરમાં સવાલો ઉઠયા છે. શાળાઓ ચાલુ થઇ છે પણ રસીકરણ થયા વગરના બાળકો સુરક્ષીત રહે. તે જોવાની જવાબદારી કોની છે તેવા સવાલો ઉઠયા છે.

કોરોના કેસો ખુબ જ સાવ ઓછા આવે છે છતાં સાવધાની આવશ્યક છે. બોટાદ જીલ્લા મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય અગાઉની જેમ ચાલુ થઇ ગયું છે. કોરાના લાંબા સમયથી શાળાએ બંધના કારણે છોકરાઓમાં સુસ્તી દેખાઇ રહી છે. છોકરાઓના ટયુશનો અમુક ચાલુ છે ત્યારે અમુક ટયુશનો ચાલુ થયા નથી આમ જુવો તો કોરોનાએ શિક્ષણ જગતનું કાર્ય મોટા ભાગનું બંધ હાલત જેવું કરી નાખ્યું હતું.


Loading...
Advertisement
Advertisement