જસદણ નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખને રાજયકક્ષાનો એવોર્ડ

24 November 2021 12:37 PM
Jasdan
  • જસદણ નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખને રાજયકક્ષાનો એવોર્ડ

(નરેશ ચોહલીયા) જસદણ, તા.24
અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા માનવ પ્રતિભા સન્માન 2021 નો રંગારંગ સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં જસદણ નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા માનવ પ્રતિભા સન્માન 2021 નો રંગારંગ સમારોહ ગત રવિવારે અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમા વિવિધ ક્ષેત્રે યોગદાન આપી દેશ-વિદેશમાં નામના મેળવનાર ગુજરાતના 21 પ્રતિભાશાળી વ્યક્તિઓને ગુજરાત હાઈકોર્ટના નિવૃત જસ્ટિસ રવિકુમાર ત્રિપાઠી, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, આઈ.ટી. તજજ્ઞ અને શિક્ષણવીદ હેમાંગભાઈ રાવલ, આવાઝ સંસ્થાના મંત્રી ઝરણાબેન પાઠક, અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના પ્રદેશ પ્રમુખ નિલેશભાઈ જોશી અને મહામંત્રી દુષ્યંતસિંહ રાજના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં કોરોના કાળથી અવિરત સેવાકાર્ય કરતી જસદણ શહેરની એકમાત્ર સંસ્થા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના સેવાકાર્યની મહત્વની નોંધ લેતા સંસ્થાના પ્રમુખ મેહુલભાઈ સંઘવીને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા માનવ પ્રતિભા સન્માન 2021 એવોર્ડથી સન્માનિત કરી સંસ્થાના સેવાકાર્ય વિષે સૌને પરિચિત કરાવ્યા હતા. આ માનવ પ્રતિભા સન્માન 2021 સમારોહમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા, મંત્રી હસમુખભાઈ મકવાણા, સહમંત્રી અશોકભાઈ ઠકરાળ, સમિતિના સભ્ય વિજયભાઈ રાઠોડ, તરૂણભાઈ પરમાર, રામભાઈ રાઠોડ અને નિશીત સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement