ભચાઉ ડીવાયએસપી કચેરીમાં નેર ગ્રામજનોએ નિષ્પક્ષ તપાસની ખાત્રી મળતાં ધરણા સમેટી લીધા

24 November 2021 02:02 PM
kutch
  • ભચાઉ ડીવાયએસપી કચેરીમાં નેર ગ્રામજનોએ નિષ્પક્ષ તપાસની ખાત્રી મળતાં ધરણા સમેટી લીધા
  • ભચાઉ ડીવાયએસપી કચેરીમાં નેર ગ્રામજનોએ નિષ્પક્ષ તપાસની ખાત્રી મળતાં ધરણા સમેટી લીધા

(ગની કુંભાર) ભચાઉ તા. 24
ભચાઉ તાલુકાના નેર ગામે દલિત આધેડ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોના ઘેરા પ્રત્યાઘાતો સાંપડ્યા હતા અને ગ્રામજનોએ ભચાઉ સ્થિત ડીવાયએસપી કચેરી ખાતે અચોક્કસ મુદતના ધરણા કરી દેતાં હડકંપ મચી ગયો હતો. દરમિયાન આજે ગ્રામજનોએ વૃદ્ધ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી. જે અરજીની પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની બાંહેધરી આપતાં ધરણાનો અંત કરવામાં આવ્યો હતો

ભચાઉ તાલુકાના નેર ગામે રામ મંદિરમાં દર્શન કરવા મુદ્દે જગા હમીર વાઘેલા અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો . દરમિયાન જગા વાઘેલાએ ગામના 5 શખસો વિરુદ્ધ લેખિત અરજી કરી હતી . જેને પગલે ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી ગઈ હતી અને ગત સોમવારના બાળકો, મહિલાઓ, પુરુષો વગેરે લોકો ભચાઉ સ્થિત ડીવાયએસપી કચેરી ખાતે દોડી ગયા હતા અને ન્યાયની માગ સાથે અચોક્કસ મુદતના ધરણા પર બેસી જતા હડકંપ મચી ગયો હતો. નેરના ગ્રામજનોએ આજે ધરણાના બીજા દિવસે જગા વાઘેલા વિરુદ્ધ મુખ્યમંત્રી , રાજ્યના હોમ મિનિસ્ટર ડીજીપી વગેરેને સંબોધીને લેખિત ફરિયાદ કરી હતી, જેમાં ગ્રામજનોએ જગા વાઘેલા અવાર નવાર ફરિયાદો કરવાની ટેવવાળો હોવાનો આરોપો કર્યા હતા

તો વળી ભૂતકાળમાં પણ જગા વાઘેલાએ એટ્રોસિટીની ફરિયાદો કરી હતી તેમજ વનવિભાગ, પોલીસ વગેરે વિભાગોમાં જગા વાઘેલા દ્વારા અરજીઓ કરવામા આવી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. જે અંગે ભચાઉ ડીવાયએસપી કે. જી. ઝાલાએ જણાવ્યું હતું કે, નેર ગામના લોકોએ કરેલી અરજી અંગે તેમને નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરિણામે આજે સાજે ધરણાનો અંત આવ્યો હતો.


Loading...
Advertisement
Advertisement