ડો.સૈયદના મુફ્દ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના દર્શનાર્થે મુખ્યમંત્રી આજે સાંજે સુરતમાં : જન્મદિન શુભેચ્છા પાઠવશે

24 November 2021 03:20 PM
Surat Rajkot
  • ડો.સૈયદના મુફ્દ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના દર્શનાર્થે મુખ્યમંત્રી આજે સાંજે સુરતમાં : જન્મદિન શુભેચ્છા પાઠવશે

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ

રાજકોટ, તા.24
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવનમાં દાઇ અલ મુત્લક હીઝ હોલીનેશ ડો. સૈયદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ની 111મી મિલાદ મુબારક તથા ત્રેપનમા દાઇ ડો. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના 78મી મિલાદ મુબારક (જન્મદિન) આવતીકાલ તા. રપના ગુરૂવારે સુરતમાં ભવ્ય રીતે ઉજવાશે.

સુરતમાં દેશ-વિદેશથી દાઉદી વ્હોરા સમાજના ભાઇ-બહેનો ઉમટી પડેલ છે. સુરતના ઝાંપા બજાર-દેવડી ખાતે મંચ તૈયાર કરાયો છે. નમાઝ બાદ સાંજે 6॥ વાગે પ્રતિકરૂપે ઝુલુસ નીકળશે અને તે દરમ્યાન રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ3માં સર્વોચ્ચ ધર્મગુરૂ મૌલાનાને જન્મદિનની શુભેચ્છા પાઠવવા પધારશે. કાર્યક્રમ સરકારી ગાઇડલાઇન અનુસાર યોજવામાં આવેલ છે.

સુરતથી યુસુફભાઇ જોહર કાર્ડવાળાએ જણાવ્યું કે આ વખતે વિશાળ ઝુલુસ નીકળશે નહિ. સરકારી ગાઇડલાઇન અનુસાર પ્રતિકરૂપે નાનુ ઝુલુસ નીકળશે. મૌલાનાના દિદાર દુરથી થઇ શકશે. આજે સાંજે મુખ્યમંત્રી પધારવાના હોઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. દરેક વ્હોરા સમાજના બિરાદરોએ સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક ધારણ કરવાનું રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement