કેજરીવાલ હવે નવજોત સિધ્ધુને લલચાવવાના મૂડમાં: કોંગ્રેસમાં પણ ગાબડું પાડશે

24 November 2021 03:50 PM
India Politics
  • કેજરીવાલ હવે નવજોત સિધ્ધુને લલચાવવાના મૂડમાં: કોંગ્રેસમાં પણ ગાબડું પાડશે

નવીદિલ્હી, તા.24
પંજાબમાં અગામી વર્ષે યોજાનારી ધારાસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ત્રિશંકુ વિધાનસભામાં પણ સૌથી મોટા પક્ષ તરીકે સફળતા મળે તેવા ઓપિનિયન પોલ બાદ દિલ્હીના મુખ્યમંત્રી તથા ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલ ફૂલફોમમાં આવી ગયા હતા અને તેઓએ પંજાબનો પ્રવાસ વધારી દીધો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં જે આંતરિક વિખવાદ છે તેનો લાભ ઉઠાવવા માગે છે.

તેઓએ ગઈકાલે અમૃતસરમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિધ્ધુ જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે તે લોક કલ્યાણના છે અને હું તેને આવકારું છું. બીજી તરફ તેઓએ એવો દાવો કર્યો કે, પંજાબ કોંગ્રેસના 25 ધારાસભ્યો અને 2થી 3 સાંસદો તેમના સંપર્કમાં છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવા માગે છે. જો કે તેમણે એવું પણ કહ્યું કે, અમે બીજા પક્ષનો કચરો લેવા માગતા નથી.


Related News

Loading...
Advertisement
Advertisement