પેટીએમમાં બધા દાઝયા પણ એલઆઈસી ઠંડા કલેજે

24 November 2021 04:00 PM
Business India
  • પેટીએમમાં બધા દાઝયા પણ એલઆઈસી ઠંડા કલેજે

દેશની સૌથી મોટી શેર રોકાણકાર કંપની દ્વારા આઈપીઓમાં રોકાણ નહી કરવાની નીતિ કામ લાગી ગઈ

નવી દિલ્હી તા.24
દેશમાં રીટેઈલ થી લઈને મોટા રોકાણકારો પેટીએમના ઈશ્યુમાં ધોવાઈ ગયા છે ત્યારે શેરબજારની સૌથી મોટી રોકાણકાર ગણાતી સરકારી કંપની ભારતીય જીવન વિમા નિગમ (એલઆઈસી) દુર બેસીને હસી રહી છે અને પેટીએમમાં ધબડકા છતા એલઆઈસીને જરાપણ આંચ આવી નથી. એક તરફ પેટીએમનું નુકશાન કેટલું હશે તે અંગે અંદાજ મુકાઈ રહ્યો છે ત્યારે એલઆઈસીએ પોતે પબ્લીક ઈશ્યુમાં પૈસા નહી રોકવાની જે નીતિ અપનાવી છે તે કામ કરી ગઈ છે.

એલઆઈસીના સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ નેટ બાયર છે એટલે કે માર્કેટમાંથી સ્ક્રીપ્ટ ખરીદે છે અને અમે ચાંદી વેચવામાં માનતા નથી. મોટાભાગની રોકાણકાર સંસ્થાઓએ પેટીએમમાં નાણા ઠાલવ્યા હતા પણ એલઆઈસી આ પ્રાયમરી માર્કેટથી દુર રહી છે અને એલઆઈસીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે અમે ફકત ટ્રેક રેકર્ડના આધારે રોકાણ કરીએ છીએ. આઈપીઓમાં અમે કદી જતા નથી. અમે અમારા રોકાણની પુરેપુરી ચિંતા કરીએ છીએ.


Related News

Loading...
Advertisement
Advertisement