કાલે ગુરૂ પુષ્યામૃત યોગમાં મકાન, વાહન, સોના-ચાંદીની ખરીદી લાભદાયક

24 November 2021 04:32 PM
Rajkot Dharmik
  • કાલે ગુરૂ પુષ્યામૃત યોગમાં મકાન, વાહન, સોના-ચાંદીની ખરીદી લાભદાયક

રાજકોટ, તા.24
આવતીકાલે ગુરૂ પુષ્યામૃત યોગ કારતક વદ-છઠ્ઠને ગુરૂવાર તા. 25ના રોજ ગુરૂપુષ્યામૃત યોગ સવારે સૂર્યોદય 7.07થી સાંજે 6.50 સુધી છે. આ ગુરૂપુષ્યામૃત યોગમાં ખરીદવા ઘરની જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવી તથા પૂજાની સામગ્રી ખરીદવી સોના - ચાંદીની ખરીદી કરવી અત્યંત ઉત્તમ અને શુભ ફળદાયી રહેશે. પુષ્ય નક્ષત્રમાં એવા ગુણધર્મ છે કે જે સારી બાબતમાં હંમેશા વધારો કરે છે. આથી જ પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ ગણાય છે અને ખાસ કરીને ગુરૂ પુષ્યામૃત યોગ અને રવિ પુષ્ય યોગ દિવસ ઉત્તમ ગણાય છે. આ ગુરૂ પુષયામૃત યોગના દિવસે જપ કરવા શ્રી યંત્રની પૂજા કરવી યંત્ર સિધ્ધ ક2વું મંત્ર સિદ્ધ ક2વો પણ ઉત્તમ ગણાશે તથા સારા આરોગ્ય માટે ઔષધિ ગ્રહણ કરવી ઉત્તમ છે નવા મકાન, વાહનની ખરીદી કરવી દસ્તાવેજ બનાવા માટે શુભ છે.

શુભ ચોઘડીયા
કાલે ગુરૂવારના શુભ ચોઘડીયા :સવારે શુભ 7.07 થી 8.29, ચલ 11.12 થી 12.34 બપોરના ચોઘડીયા : લાભ , અમૃત 12.34 થી 3.17 સુધી સાંજના ચોઘડીયા : સાંજે શુભ 4.37 થી 6.01 સુધી રાત્રીના ચોઘડીયા:અમૃત, 6.01 થી 6.50 સુધી છે લગ્ન જેવા શુભ પ્રસંગોની ખરીદી સોનુ ચાંદી, શ્રીયંત્ર, કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે. - શાસ્ત્રી રાજદીપ જોશી(રાજકોટ)


Related News

Loading...
Advertisement
Advertisement