પ્રિયંકા ચોપડાએ છૂટાછેડાની અફવાઓ અંગે કર્યો ખુલાસો

24 November 2021 04:37 PM
Entertainment
  • પ્રિયંકા ચોપડાએ છૂટાછેડાની અફવાઓ અંગે કર્યો ખુલાસો

મને માત્ર એકજ વ્યકિત નિક થી છીનવી શકે છે: પ્રિયંકા ચોપડા

દિલ્હી,તા.24
બોલિવૃડ દેશીગર્લ પ્રિયંકા ચોપરા નિક જોનસ સાથેના લગ્ન બાદ તેના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહી છે ઘણીવાર બંન્નેની સુંદર તસ્વીરો સોશ્યલ મિડિયા પર વાયરલ થાય છે જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. જો કે છેલ્લા બે દિવસમાં પ્રિયંકા અને નિકના છૂટાછેડાના સમાચાર સોશ્યલ મીડિયા પર ફેલાઈ ગયા હતા. વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પરથી જોનસ સરનેમ હટાવી દીધી હતી.

ત્યારબાદ યુજર્સમાં એવી ચર્ચા હતી કે પ્રિયંકા અને નિક ટુંક સમયમાં છૂટાછેડા લેવાના છે જો ડે પ્રિયકા અને તેની માતા બંન્નેએ આ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે તેના મિત્રોએ પણ કહ્યુ કે નિક અને પ્રિયંકા તેમના લગ્નજીવનમાં ખુબજ ખુશ છે આ રહેવાલો વચ્ચે પ્રિયંકા નેટફિકલકસના જોનારી બ્રધ્રર્સ ફેમિલી રોસ્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકાએ તેના લગ્ન સહિત ઘણી રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો હતો પ્રિયંકા ચોપરાએ કહ્યું કે જયારે તેણેનિક સાથે લગ્ન કર્યા ત્યારે બધા આર્શ્ચચકિત થઈ ગયા હતા અને ઘણા લોકો એવુ પણ માનતા હતા કે આ એક પબ્લિસિટી સ્ટેટ છે પ્રિયંકાએ કહ્યું કે તે જાણતી કે નિક કેટલો ફેમસ છે

તે નિકને કેવિનના નાના ભાઈ તરીકે ઓળખતી હતી. જો કે મેટ ગાલા દરમિયાન?જયારે બંન્નેની મુલાકાત થઈ ત્યારે તરત જ બંન્ને વચ્ચે કેમેસ્ટ્રી જોવા મળી ત્યાર બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. પ્રિયંકાએ ઘણી વખત ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે નિક સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગતી નથી જો કે તેણે એ પણ કહ્યુ કે દુનિયામાં માત્ર એક અન્ય વ્યકિત છે જે તેને નિક પાસેથી ચોરી શકે છે. પ્રિયંકાની વાત માનીલેતો કોલીવૃડનો સુપરગોડ ભાર એટલે કે ક્રિસ હેમ્સવર્થ તેને નિક પાસેની છીનવી શકે છે તેજ સમયે ક્રિસ હેમ્સવર્થે એલ્સા સાથે લગ્ન કર્યા છે. અને તેમના લગ્ન ખુબજ સફળ અને સુંદર રીતે ચાલે છે. જો કે ક્રિસ હેમ્સવર્થને લઈને જે રીતે યુવતીઓમાં ક્રેઝ જોવા મળે છે.તે જોતા પ્રિયંકાની આવાત પણ ખોટી નથી.


Related News

Loading...
Advertisement
Advertisement