કુમાર વિશ્ર્વાસને સમાજવાદી પક્ષમાં જોડાવા આમંત્રણ

24 November 2021 04:45 PM
India Politics
  • કુમાર વિશ્ર્વાસને સમાજવાદી પક્ષમાં જોડાવા આમંત્રણ

લખનૌ, તા.24
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે તે સમયે જાણીતા ચહેરાઓને ખેંચવા માટે રાજકીય પક્ષોએ હોડ લગાવી છે. હાલમાં જ સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંઘે લખનૌમાં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનના એક કાર્યક્રમમાં રામગોપાલ યાદવના પુસ્તક ‘રાજનીતિ કે ઉસપાર’નું વિમોચન કર્યું જેમાં જાણીતા કવિ કુમાર વિશ્ર્વાસ પણ સામેલ હતા અને અન્ય કવિઓ પણ હતા. આ તકે મુલાયમસિંઘે પોતાના સંવિધાનમાં કહ્યું કે, કુમાર વિશ્ર્વાસ હવે કોઈ પક્ષમાં નથી તો સમાજવાદી પક્ષમાં જોડાઈ જાય. મુલાયમે આ વાત કવિ ઉદયપ્રતાપને પણ તેમના કાનમાં કીધી હતી પરંતુ કુમાર વિશ્ર્વાસે જવાબ આપતા કહ્યું કે, મને સપામાં જોડાવાનું આમંત્રણ છે, હું અગાઉ રાજકારણમાં આવ્યો હતો પણ મારી કરતા ઘણા આગળ નીકળી ગયા. હું અત્યારે કોઈ પક્ષ સાથે જોડાવા માગતો નથી.


Related News

Loading...
Advertisement
Advertisement