સુરતમાં આજે ભાજપનું મેગા સ્નેહમિલન; 50 હજાર કાર્યકર્તાઓ એકત્રિત થશે

24 November 2021 04:51 PM
Surat Gujarat
  • સુરતમાં આજે ભાજપનું મેગા સ્નેહમિલન; 50 હજાર કાર્યકર્તાઓ એકત્રિત થશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વર્ચ્યુઅલ સંબોધન: જબરી તૈયારીઓ થઈ

સુરત તા.24
ગુજરાતમાં દીપાવલી પછી ભાજપમાં શરુ થયેલા સ્નેહમિલનની પરંપરામાં આજે સુરતમાં મેગા સ્નેહમિલન યોજાઈ રહ્યું છે. સાંજે છ વાગ્યે સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં ભાજપના અંદાજે 30થી50 હજાર કાર્યકરોને સમાવી શકાય તેવું વિશાળ સ્નેહમિલન રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં યોજાશે જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આ સંબોધનને વર્ચ્યુઅલ સંબોધીત કરશે.

સુરત ભાજપ દ્વારા યોજાનારુ આ સંમેલન ગુજરાતમાં સૌથી મોટું સ્નેહમિલન બની રહેશે અને સુરત શહેરમાં હજારો કાર્યકર્તા તેમાં ભાગ લેશે અને બાદમાં પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંમેલન પુર્વે મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખને આવકારતી એક નાની રેલીનું પણ આયોજન કરાયું છે જેમાં બેન્ડવાજા અને રાસ ગરબા મંડળી સાથે બંને મહાનુભાવોને આવકારવામાં આવશે અને સંમેલન સ્થળે પોલીસ સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે.

સંમેલનને કારણે આસપાસના કેટલાક માર્ગો પણ ડાઈવર્ટ કરી દેવામાં આવશે અને સંમલન પુરુ થયા બાદ કાર્યકર્તાઓના પ્રવાહને નિયંત્રીત કરવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત એ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હોમગ્રાઉન્ડ હોવાથી આ સંમેલન મારફત ભાજપ સુરત મહાનગરમાં જબરુ શક્તિ પ્રદર્શન કરશે.


Related News

Loading...
Advertisement
Advertisement