લોકશાહી અંગે અમેરિકાનો વર્ચ્યુઅલ સંવાદ: ભારતને આમંત્રણ

24 November 2021 05:22 PM
World
  • લોકશાહી અંગે અમેરિકાનો વર્ચ્યુઅલ સંવાદ: ભારતને આમંત્રણ

વોશિંગ્ટન, તા.24
અમેરિકાએ વિશ્વમાં લોકતંત્ર અંગે એક વરચ્યુઅલ મિટિંગનું આયોજન કર્યું છે અને તેમાં ભારત સહિત 110 દેશોને આમંત્રણ આપ્યું છે પરંતુ ચીન, રશિયા સહિતના અનેક દેશોને બાકાત રાખ્યા છે. આ સમિટ તા.9 તથા 10ના ડિસેમ્બરના યોજાશે અને અમેરિકાના પ્રમુખ બાઈડન ખુદ તેમાં હાજરી આપશે. ખાસ કરીને તાઈવાનના મુદ્દે વિશ્વના દેશોને એક કરવા અમેરિકાએ આ એક નવી ચાલ ચાલી છે જેમાં ચીન અને રશિયાને બાકાત રખાયા છે. જ્યારે એશિયામાંથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાને પણ આમંત્રણ અપાયું નથી. જ્યારે તુર્કીને પણ બાકાત રખાયું છે. પાકિસ્તાન અને ઈરાનને જો કે સામેલ કરવામા આવ્યુંં છે.


Related News

Loading...
Advertisement
Advertisement