શેરબજાર ફરી મંદીમાં ધકેલાયું: પ્રારંભીક સુધારો ધોવાયો: સેન્સેકસ 725 પોઈન્ટ તૂટયો

24 November 2021 05:23 PM
Business India
  • શેરબજાર ફરી મંદીમાં ધકેલાયું: પ્રારંભીક સુધારો ધોવાયો: સેન્સેકસ 725 પોઈન્ટ તૂટયો

પેટીએમ 250 રૂપિયા વધ્યો: લેટન્ટમાં 20 ટકાની સર્કિટ: હેવીવેઈટમાં આક્રમક વેચવાલી

રાજકોટ તા.24
મુંબઈ શેરબજારમાં ઉથલપાથલનો સિલસિલો હોય તેમ આજે અંતિમ તબકકાની આક્રમક વેચવાલીથી પ્રારંભીક સુધારો ધકેલાઈ ગયો હતો. માર્કેટ રેડઝોનમાં સરકવા સાથે સેન્સેકસ 100 પોઈન્ટનું ગાબડુ સુચવવા લાગ્યો હતો.

શેરબજારમાં આજે માનસ તેજીનું હતું. વિદેશી સંસ્થાઓએ 4400 કરોડનો માલ ફુંકી માર્યો હોવા છતાં લોકલ ફંડોની લેવાલીના જોરે શરુઆત પ્રોત્સાહક ટોને થઈ હતી. કેન્દ્ર સરકાર બેંકીંગ ખાનગીકરણ ખરડો સંસદમાં રજુ કરશે અને ઉદારીકરણની ગાડીને આગળ ધપાવશે તેવા સંકેતોની સારી અસર હતી. વિદેશી સંસ્થાઓની એકધારી વેચવાલીનો ખચકાટ હતો. અંતિમ તબકકામાં દબાણ વધતા માર્કેટ નીચે સરકવા લાગ્યુ હતું અને રેડઝોનમાં ધકેલાઈ ગયુ હતું.

શેરબજારમાં અદાણી પોર્ટ, ઓએનજીસી, કોલ ઈન્ડીયા, ભારત પેટ્રો, ઈન્ડીયન ઓઈલ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, પાવરગ્રીડ, સ્ટેટ બેંક વગેરે ઉંચકાયા હતા. માર્કેટનું મોરલ તોડનાર પેટીએમમાં સતત બીજા દિવસે ઉછાળો હતો. આજે આ શેર 240 રૂપિયાના ઉછાળાથી 1735 સાંપડયો હતો. બે દિવસમાં 400 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. આ જ રીતે ગઈકાલે લીસ્ટેડ થયેલા લેટન્ટ બુમો 20 ટકાની સર્કીટ હતી.

મારુતી, ઈન્ફોસીસ, આઈશર મોટર્સ, રીલાયન્સ, લાર્સન, નેસલે, બજાજ ફીનસર્વિસ તથા ભારતી એરટેલમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 125 પોઈન્ટના ઘટાડાથી 58538 હતો તે ઉંચામાં 58968 તથા નીચામાં 58549 હતો. નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફટી 28 પોઈન્ટ ઘટીને 17475 હતો તે ઉંચામાં 17600 તથા નીચામાં 17479 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement