રશિયામાં ગૂગલ, ટિવટર, ફેસબુક પર તવાઈ: પ્રતિબંધિત કન્ટેન્ટ નહી હટાવવાનો આરોપ

24 November 2021 05:26 PM
World
  • રશિયામાં ગૂગલ, ટિવટર, ફેસબુક પર તવાઈ: પ્રતિબંધિત કન્ટેન્ટ નહી હટાવવાનો આરોપ

દિલ્હી,તા.24
રશિયાની એક અદાલતે ગૂગલ, ફેસબુક, ટિવટર પર ત્રણેય પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત કન્ટેન્ટ નહી હટાવવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટે કહ્યુ કે ગૂગલ વિરૂદ્ધ લિંકસ ન હટાવવાના બે કેસ છે અને એક પ્રતિબંધિત કન્ટેન્ટ હટાવવાનો છે. રશિયામાં વધુ આઠ કાનૂની ફરિયાદોનો સામનો કરશે.આરોપ છે કે ત્રણ ઈન્ટરનેટ મીડિયા કંપનીઓ તેમણે પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત સામગ્રીને દુર કરવામાં નિષ્ફળ રહી છે.

મોસ્કોની એક અદાલતે કહ્યુ હેડ ગૂગલ વિરૂદ્ધ લિંકસ ન હટાવવાના બે કેસ છે અને એક પ્રતિબંધિત સામગ્રીને દુર કરવા માટે ગયા વર્ષે આવાજ કેસમાં ગૂગલે 52,000 ડોલરનો દંડ ભરવો પડયો હતો. ટિવટર અને ફેસબુક વિરૂદ્ધ અન્ય કેસ નોંધાયેલા છે.

આ પહેલા ઓગસ્ટની શરૂઆતમાં મોસ્કોની એક અદાલતે પ્રતિબંધિત સામગ્રી પર રશિયાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અલ્ફાબેટ ઈન્ક, ગૂગલને 40 લાખનો દંડ ફટકાર્યો હતો.તેજ સમયે રશિયાએ મે મહિનામાં પ્રતિબંધિત સામગ્રીને દુર ન કરવા બદલ યુએસ ટેક કંપની ટિવટર પર 9 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેની સામે 6 કેસમાં દંડ ફટકારવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બરમાં રશિયાએ ઈન્ટરનેટને નિયત્રિત કરવાની દિશામાં કડક પગલા લેતા વિદેશી ઈન્ટરનેટ કપનીઓ માટે તેમના દેશમાં પૂર્ણ સમયની ઓફિસ ખોલવાનું ફરજીયાત બનાવ્યું હતું.

કંપનીઓએ તેમના પ્રદેશમાં રશિયન નાગરિકો સંબંધિત ડેટા એકત્રિત કરવા આવશ્યક છે. કડક પગલા લેતા એક રશિયનકોર્ટ અમેરિકન મીડિયા કંપનીઓ ફેસબુક અને ટિવટર અને મેસેજિંગ એપ ટેલિગ્રામને ગેરકાયદે સામગ્રીને દુર ન કરવા બદલ દંડ ફટકાર્યો છે તે સમયે ફેસબુકને પાંચ કેસમાં કુલ 2.1 કરોડ રૂબલ, ટિવટરને બે કેસમાં કુલ 50 લાખ રુબલ અને મેસેજિંગ એપ્લિકેશન ટેલીગ્રામને પણ કુલ 90 લાખ રુબલ નો દંડ ફટકાર્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement