સોનિયા ગાંધીના ગઢમાં જ કોંગ્રેસને મોટો ઝટકો : ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના કોંગ્રેસ ધારાસભ્ય અદિતી સિંઘ ભાજપમાં જોડાયા

24 November 2021 06:11 PM
India Politics
  • સોનિયા ગાંધીના ગઢમાં જ કોંગ્રેસને મોટો ઝટકો : ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના કોંગ્રેસ ધારાસભ્ય અદિતી સિંઘ ભાજપમાં જોડાયા

લખનઉ :
રાયબરેલી સદર બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલી અદિતિ સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે. તે લાંબા સમયથી ભાજપની નજીક હતા. આજે તેઓ સત્તાવાર રીતે ભાજપના સભ્ય બન્યા હતા. આઝમગઢના સાગડીથી બસપાના ધારાસભ્ય વંદના સિંહ પણ ભાજપમાં જોડાયા છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ પણ હાજર હતા.

અદિતિ સિંહ 2017માં રાયબરેલી સદરથી કોંગ્રેસ સીટ પર પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. પરંતુ અદિતિ સિંહની સૌથી મોટી ઓળખ એ છે કે તે બાહુબલી અખિલેશ સિંહની દીકરી છે.અખિલેશ સિંહ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમનું થોડા સમય પહેલા અવસાન થયું છે અને તેમના મૃત્યુ બાદથી અદિતિ સિંહ બીજેપીની નજીક આવી ગયા હતા.

Related News

Loading...
Advertisement
Advertisement