કરુણ ઘટના: અમદાવાદમાં માલગાડીના વેગન પર ચઢી વીડિયો બનાવતા 15 વર્ષીય તરુણને વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત

24 November 2021 10:09 PM
Ahmedabad Gujarat
  • કરુણ ઘટના: અમદાવાદમાં માલગાડીના વેગન પર ચઢી વીડિયો બનાવતા 15 વર્ષીય તરુણને વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત

સોશ્યલ મીડિયા પાછળ ઘેલા બનેલા સંતાનોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

અમદાવાદ:
અમદાવાદમાં રૂંવાટા ઉભા કરી નાખી તેવી કરુણ ઘટના બની છે. જેમાં માલગાડીના વેગન પર ચઢી વીડિયો બનાવતા 15 વર્ષીય તરુણને વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના રાણીપમાં રહેતો પ્રેમ પંચાલ(ઉ.વ.15) ધો.12માં અભ્યાસ કરતો હતો. તે ઇન્સ્ટાગ્રામમાં પોતાનું એકાઉન્ટ ધરાવતો હતો. પ્રેમને રિલ્સ બનાવવાનો શોખ હોવાથી અલગ અલગ જગ્યાએ રિલ્સ બનાવતો હતો. સોમવારે સાંજે પ્રેમ તેના મિત્ર સાથે ઘરેથી રિલ્સ બનાવવા માટે નીકળ્યો હતો. સાબરમતી સેન્ટ્રલ જેલની સામે આવેલા રેલવે-ટ્રેક પર બન્ને મિત્રો ગયા હતા. પ્રેમ ત્યાં પાટા પરથી માલગાડીના વેગન પર ચઢી વીડિયો બનાવવા ગયો ત્યારે તેને વાયરનો કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ નીચે પટકાયો હતો અને ત્યાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તેની સાથે ગયેલો મિત્ર ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક પ્રેમના ઘરે દોડ્યો હતો. તેના દાદાને જઈ પ્રેમને કરંટ લાગ્યો હોવાનું કહ્યું હતું, જેથી તેના દાદા ત્યાં પહોંચ્યા હતા. પ્રેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક પ્રેમ પંચાલે અગાઉ પણ અનેક વીડિયો બનાવ્યા છે.

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં અનેક સગીરો - યુવક - યુવતીઓ નદી-નાળા, કેનાલ-ખાણ, રેલવે-ટ્રેક તેમજ અલગ અલગ જગ્યા પર પોતાની જિંદગી જોખમમાં મૂકીને વીડિયો બનાવતા જોવા મળે છે. ત્યારે તેઓના માતા-પિતાએ ચેતવાની જરૂર છે.


Related News

Loading...
Advertisement
Advertisement