કેશોદમાં કોંગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી સમિતિ મીટીંગ અને સ્નેહમિલન યોજાયું

25 November 2021 10:06 AM
Junagadh
  • કેશોદમાં કોંગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી સમિતિ મીટીંગ અને સ્નેહમિલન યોજાયું

(તસ્વીર / અહેવાલ : પ્રકાશ દવે - કેશોદ)
કેશોદ, તા. 25
કેશોદમાં કોગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી સમિતિ મિટીંગ તથા સ્નેહ મિલન સમારોહમાં યોજવામાં આવ્યો. કેશોદના અક્ષયગઢ રોડ પર એક પ્રાઈવેટ કારખાનાની જગ્યા પર કોંગ્રેસની વિસ્તૃત કારોબારી સમિતિ મિટિંગ તથા નવા વર્ષેના સ્નેહ મિલન સમારોહનું આયોજન થયું હતું તેમાં જીલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુભાઈ પોંકીયા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ધારાસભ્ય બાબુભાઈ વાજા જીલ્લા પંચાયતમાં કોગ્રેસના વિરોધ પક્ષના નેતા હમિરભાઈ ધુળા તથા જુનાગઢ જીલ્લાના કોગ્રેસ ના પ્રભારી મહેશભાઈ રાજપુત તથા શહેનાજબેન બાબી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ તકે કોગ્રેસ ના જુનાગઢ ના પ્રભારી મહેશભાઈ અને શહેનાજબેને આ સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે જો ભાજપ સામે ચુંટણી ની તૈયારી કરવી હોયતો પહેલાં તમારે ખભે ખભે મિલાવી કામ કરવાની નિષ્ઠા અને પ્રમાણિકતાં રાખવી પડશે લોકોતો મોંધવારી પેટ્રોલ ગેસના ભાવ વધારાથી ત્રાસી ગયા છે અને ખેડુતો પણ ભાજપના સાશનમાં ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આ તકે પ્રભારી મહેશભાઈ એ શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખને સ્નેહ મિલન સમારોહમાં પાંખી કાયેકરોની હાજરી બદલ જાહેરમાં મીઠો ઠબકો આપ્યો હતો અને કહ્યું હતું કે હવે પછીના કોઈ પણ સંમેલનમાં કમસે કમ ત્રણસો જેટલા લોકો તો થવા જ જોઈએ તેવી કડક સુચના પણ આપી હતી આ સ્નેહમિલન સમારોહમાં નિવૃત્ત ફોરેસ્ટર રાજુભાઈ તથા ડોક્ટર જીજ્ઞેશભાઈ સહિત અન્ય લોકો કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત કરવામાં આવી હતી.


Loading...
Advertisement
Advertisement