સાવરકુંડલા રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર કોચ નંબર દર્શાવતા ડિજિટલ બોર્ડ મુકવા માંગ

25 November 2021 10:11 AM
Amreli
  • સાવરકુંડલા રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર કોચ નંબર દર્શાવતા ડિજિટલ બોર્ડ મુકવા માંગ

સાવરકુંડલા,તા. 25
સાવરકુંડલા રેલવે સ્ટેશન પર મહુવા બાંદ્રા તેમજ મહુવા સુરત ની સુપરફાસ્ટ ટ્રેન ચાલી રહી છે અને સાવરકુંડલા થી આ ટ્રેનમાં મુસાફરી કરવા વાળા હજારો મુસાફરો જ્યારે ટ્રેન આવે છે ત્યારે મોટી મુશ્કેલીમાં મુકાઇ જાય છે કારણકે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર કોચ નંબર દર્શાવતા ડિજિટલ બોર્ડ નો અભાવ છે આ મુસાફરોમાં વૃદ્ધ અપંગ અશક્ત અને બીમાર મુસાફરો પણ હોય છે તેમજ સામાન્ય મુસાફરો પાસે પણ સામાન વધારે હોય છે.

ત્યારે આ દૂરની મુસાફરી કરવા વાળા મુસાફરો ને ભગવાન ભરોસે જે કોચ સામે આવે તે જ ટ્રેનના ડબ્બામાં ચડી જવું પડે છે કારણકે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ડિજિટલ બોર્ડ નથી હોતું તેના કારણે ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે આ બાબતે મુસાફરોએ સ્થાનિક સત્તાવાળાઓને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી તો આ બાબતની ગંભીરતા દાખવી રેલવે વિભાગ તાત્કાલિક ધોરણે ડિજિટલ બોર્ડ ની વ્યવસ્થા કરી વર્ષોથી અનુભવવાથી આ મુશ્કેલીનો અંત લાવે તેવુ મુસાફરો ઇચ્છી રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement