ધોરાજીની સરકારી હોસ્પિટલમાં રવિવારે કાન, નાક, ગળાનો નિદાન કેમ્પ યોજાશે

25 November 2021 10:14 AM
Dhoraji
  • ધોરાજીની સરકારી હોસ્પિટલમાં રવિવારે કાન, નાક, ગળાનો નિદાન કેમ્પ યોજાશે

માનવ સેવા યુવક મંડળ દ્વારા આયોજન

ધોરાજી,તા.25
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે માનવ સેવા યુવક મંડળ દ્વારા આગામી તા.28ને રવિવારે સવારના 9.30 થી 12 કલાક દરમિયાન વિના મૂલ્યે કાન,નાક, ગળાના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમા સેવાભાવી સર્જન ડો.હિમાંશુ ઠાકર વિના મુલ્યે નિદાન કરી આપશે.આ ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠકકર છેલ્લા 20 વર્ષથી રાજકોટ ખાતે હોસ્પિટલ ચલાવે છે.

સેવાકીય પ્રવૃતીઓના ભાગરૂપે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે તા.28/11ને રવિવારે યોજાનારા આ કેમ્પમાં કાનના રોગ જેવાકે કાનમાંથી આવતી રસી, કાનની બહેરાશ કાનમાં તમારા બોલવા, કાનની હાડકીનો સડો તેમજ નાકના રોગો જેવા કે નાકમાં મસા, સાઈનસ, જુની શરદી એર્લજી માથુ દુખવું, નાકમાંથી લોહી પડવું ગળાના રોગો જેવા કે, કાકડા, પાઈરોઈડ ગ્રંથીની ગાંઠ ટીબી તથા મોના કેન્સર તેમજ ધોધરો અવાજ નાકસુર તેમજ આંખમાંથી પાણી નિકળવું સહીતના રોગોનું નિદાન કરાશે આ કેમ્પને સફળ બનાવવા માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી અને વિવેકાનંદ ગ્રુપના સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
(તસ્વીર: સાગર સોલંકી, ધર્મેન્દ્ર બાબરીયા)


Loading...
Advertisement
Advertisement