કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન અને આયુર્વેદ કેમ્પનું આયોજન કરાયું

25 November 2021 10:16 AM
Junagadh
  • કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન અને આયુર્વેદ કેમ્પનું આયોજન કરાયું

(પ્રકાશ દવે)
કેશોદ, તા. 25
જલારામ મંદિર કેશોદ દ્વારા શ્રી રણછોડરાયજી હોસ્પિટલ રાજકોટ ના સહકાર થી દર માસના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ તથા હોમિયોપથીક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ યોજાયેલ કેમ્પ માં મંદિરના પ્રમુખ રમેશભાઇ રતનધારિયા તથા ભોજન દાતા બળવંત સિંહ સંગ્રામ સિંહ રાયજાદા કેશોદ સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું આ કેમ્પ માં મોટી સંખ્યામાં દર્દીઓ એ નિદાન કરાવેલ જેમાં મોતિયા ના દર્દીઓ 210 માંથી 70 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવા આવ્યા હતા. ઉપરાંત હોમિયોપથી કેમ્પ માં ડો. નીકિતા પટેલ દ્વારા નિશુલ્ક તપાસી દવા આપવામાં આવી હતી.

આઝાદ કલબ કેશોદ સામાજિક સંસ્થા છે જે કેશોદના યુવાનોને રમત ગમત વગેરે માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડે છે અને સાથે સાથે અન્ય સામાજિક કાર્યકમ પણ કરે છે ત્યારે બુધવારે સાંજે પાંચ થી નવ દરમિયાન જે લોકો કોરોના રસી ન મુકાવી શક્યા અને પ્રથમ કે બીજો ડોઝ લેવામાં રહી ગયેલા હોય તેવા લોકો માટે એક રસીકરણ કેમ્પનું આયોજન આઝાદ કલબ ખાતે કયુે હતું તેમાં એશી થી વધારે લોકોને અબેન હેલ્થ સેન્ટરના સવિતાબેન ના હસ્તે રસી નો ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારે આ સમયે મેનેજીંગ ટ્રસ્ટી જયેશ કૌશીક દિનેશભાઈ કાનાબાર હરસુખભાઇ તથા લસકરી બાપુ સહિત ના સંસ્થા ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement