પ્રાચીન જૈન તીર્થયાત્રા પ્રવાસ યોજાયો: છવાયો ધર્મોલ્લાસ

25 November 2021 10:19 AM
Botad
  • પ્રાચીન જૈન તીર્થયાત્રા પ્રવાસ યોજાયો: છવાયો ધર્મોલ્લાસ

બોટાદ આદિનાથ જૈન મિત્ર મંડળ દ્વારા

બોટાદ, તા.25
બોટાદથી નૂતવર્ષના માંગલિકદિવસે આદિત્યનાથ જૈન મિત્ર મંડળ આયોજિત સ્પે.લકઝરી બસ દ્વારા શંખેશ્ર્વર, ભોયણી, કોઠારિયા, ઉધરોજ વિગેરે પ્રાચીન જૈન તીર્થોનો બાવનમાં વર્ષનો યાત્રા પ્રવાસ ખુબ જ ઉમંગ અને ઉત્સાહથી યોજવામાં આવ્યો હતો.

આ યાત્રા પ્રવાસનું પ્રસ્થાન બોટાદ જૈન સંઘના યુવા પ્રમુખ સચિનભાઈ બગડિયા દ્વારા લીલીઝંડી ફરકાવીને હર્ષનાદ સાથે પ્રસ્થાન કરવામાં આવેલ હતું. શ્રી સંઘના પ્રમુખ સચિનભાઈ બગડિયા તથા સંઘના મંત્રીનું શ્રીફળ-હાર સાકરનો પડો તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. નારી સ્વરૂપે જન્મેલા 19મા તીર્થંકર શ્રી મલ્લીનાથ દાદાના દ્વારે 19 શ્રીફળનું તોરણ ચડાવતી વખતે બસના તમામ યાત્રિકોએ મલ્લીનાથ દાદાનો જયજયકાર બોલાવીને દેરાસર ગજાવી મુકેલ.

આ યાત્રા પ્રવાસનું સફળ સંચાલન મલ્લીનાથ દાદાના સેવક વી.સી. શાહે કરેલ હતું અને શ્રી મલ્લીનાથ દાદાના અનેક ચમત્કારોના વર્ણન દાખલા દૃષ્ટાંત આપીને દરેક યાત્રિકોને રસ તરબોળ કરેલ. ઉત્સાહી કાર્યકરો અને દાતાઓના સાથ અને સહકારથી આ બાવનમાં વર્ષનો યાત્રાપ્રવાસ સદાને માટે યાદગાર બની રહેશે.


Loading...
Advertisement
Advertisement