જૂનાગઢનાં સકકરબાગ ઝુમાં 24 દિવસમાં ત્રણ સિંહણે 16 સિંહ બાળને જન્મ આપ્યો

25 November 2021 10:21 AM
Junagadh
  • જૂનાગઢનાં સકકરબાગ ઝુમાં 24 દિવસમાં ત્રણ સિંહણે 16 સિંહ બાળને જન્મ આપ્યો

ગઇકાલે વધુ એક સિંહણે પાંચ બાળને જન્મ આપતા ઝુ સ્ટાફમાં ખુશી : સતત મોનેટરીંગ

જુનાગઢ, તા. 25
સકકરબાગ ઝુમાં તાજેતરમાં ત્રણ સિંહણોએ પાંચ પાંચ સિંહ બાળને જન્મ આપી હેટ્રીક લગાવી છે. સરેરાશ સિંહણ બેથી ત્રણ બાળને જન્મ આપતી હોય છે. પરંતુ સકકરબાગ ઝુમાં અસામાન્ય ગણાય તે રીતે પાંચ બાળને જન્મ આપતા 24 દિવસમાં 16 સિંહ બાળ ઝુમાં રમી રહ્યા છે.

એશીયાટીક લાયનના સંવર્ધન કેન્દ્ર તરીકે વિશ્વમાં ખ્યાતનામ જુનાગઢ સકકરબાગ ઝુ ખાતે વિવિધ વન્ય પ્રાણીનો જંગલી પ્રાણીઓનો વસવાટ છે. જેમાં સિંહનો સારો એવો વધારો થવા પામી રહ્યો છે ગઇકાલે ડી-22નામની સિંહણ અને આંકોલવાડી સિંહ સાથેના સમાગમ માંડી સિંહણે એકસાથે પાંચ સિંહ બાળને જન્મ આપ્યો હતો. જેનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે ઝુના ફોરેસ્ટ ઓફિસર નિરવ મકવાણાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મોટા ભાગે સિંહણ બેથી ત્રણ સિંહ બાળને જન્મ આપતી હોય છે જયાં પાંચ પાંચ સિંહ બાળ એકીસાથે જન્મે તે અસામાન્ય ઘટના જુનાગઢ ઝુમાં ત્રીજી વખત ઘટવા પામી છે.


Loading...
Advertisement
Advertisement