સાવરકુંડલા જુના બસ સ્ટેશન પર લાંબા રૂટની બસને થંભાવવા મુસાફરોની માંગ

25 November 2021 10:32 AM
Amreli
  • સાવરકુંડલા જુના બસ સ્ટેશન પર લાંબા રૂટની બસને થંભાવવા મુસાફરોની માંગ

સાવરકુંડલા,તા. 25
સાવરકુંડલામા આવતી અમદાવાદ.. ગારીયાધાર.. વંડા ..જેસર અને અંબાજી તરફથી સાવરકુંડલા શહેરમાં આવતી તમામ એસટી બસો જુના બસ સ્ટેશન કે નદીમાં આવતી નથી અને સાવરકુંડલા પોલીસ સ્ટેશન પાસે જ ઉભી રાખી મુસાફરોને ત્યાં ઉતારી દેવામાં આવે છે દૂરથી મુસાફરી કરીને આવતા અપંગ વૃદ્ધ અને વધારે સામાન લઈને આવનાર મુસાફરોને કોઈ રીક્ષા કે વાહન મળતું ન હોવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલી અનુભવવી પડે છે ખાસ કરીને રાત્રિના સમયે અહીં ઘોર અંધારું હોય છે એક પણ વાહન કે રિક્ષા પણ હોતી નથી અને એકલદોકલ કે સિનિયર સિટીઝન જાએ તો કહા જાયે તે સ્થિતિમાં મુકાઇ જાય છે. આ મુશ્કેલી વર્ષોથી છે અને પોલીસ સ્ટેશનથી જુના સ્ટેશન કે નાવલી નદીમાં આવવા માટે અડધો કિલોમીટર અંધારે ચાલીને આવવું પડે છે ડ્રાઈવર કંડકટરને અનેક વખત મુસાફરો આજીજી કરે છે.

એસ.ટી સત્તાવાળાઓ આંદોલન સિવાય નિર્ણય કરતા નથી અમદાવાદ.. અંબાજી.. જેસર ..ગારીયાધાર.. પાલીતાણા અને વંડા સહિતના શહેરો અને ગામો થી સાવરકુંડલા આવનાર મુસાફરો ની વ્યથા અને વેદના હવે ચરમસીમાએ પહોંચી છે સાવરકુંડલા એસટી સત્તાવાળા આ રૂટ પર ચાલનારા ડ્રાઇવર ક્ધડકટરોને લેખિત સૂચના આપે અથવા તો કોઈ એવો પરિપત્ર કરે તે પણ જરૂરી છે.


Loading...
Advertisement
Advertisement