ગુજરાતમાં સતાનો માર્ગ સુરતથી! સ્નેહમિલનમાં ‘પાવરપેક’ પ્રદર્શન

25 November 2021 10:48 AM
Surat Gujarat Rajkot
  • ગુજરાતમાં સતાનો માર્ગ સુરતથી! સ્નેહમિલનમાં ‘પાવરપેક’ પ્રદર્શન
  • ગુજરાતમાં સતાનો માર્ગ સુરતથી! સ્નેહમિલનમાં ‘પાવરપેક’ પ્રદર્શન
  • ગુજરાતમાં સતાનો માર્ગ સુરતથી! સ્નેહમિલનમાં ‘પાવરપેક’ પ્રદર્શન
  • ગુજરાતમાં સતાનો માર્ગ સુરતથી! સ્નેહમિલનમાં ‘પાવરપેક’ પ્રદર્શન
  • ગુજરાતમાં સતાનો માર્ગ સુરતથી! સ્નેહમિલનમાં ‘પાવરપેક’ પ્રદર્શન
  • ગુજરાતમાં સતાનો માર્ગ સુરતથી! સ્નેહમિલનમાં ‘પાવરપેક’ પ્રદર્શન

* આપણે કોઈને હરાવવા માટે નહી જીતવા માટે જન્મ લીધો છે

* ગુજરાત ભાજપનું પ્રથમ સ્નેહમિલન જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધન કર્યુ: વિધાનસભા ચૂંટણીમાં તમામ રેકોર્ડ 2022માં ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં તૂટશે

* આજે તમોએ મારો મુખ્યમંત્રી તરીકે વટ પાડી દીધો હવે તમે મારી ઓફીસમાં આવશો તો અમે પણ તમારો વટ પાડી દેશું: મુખ્યમંત્રીએ કાર્યકર્તાને જુસ્સો આપ્યો

* ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓની જીતમાં નરેન્દ્રભાઈનો મહત્વનો ફાળો: પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ

* 50000થી વધુ મેદની; આતશબાજી સામે મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખની સ્વાગત-રેલી: સમગ્ર વાતાવરણ કેસરીયું બન્યું

રાજકોટ: ગુજરાતમાં આગામી ધારાસભા ચૂંયણીમાં જીતના નવા રેકોર્ડ સર્જવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહેલી ગુજરાત ભાજપની નવી ટીમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં ગઈકાલે સુરતમાં યોજાયું હતું. પક્ષનું સ્નેહમિલન વાસ્તવમાં સમગ્ર ગુજરાત ભાજપનું પાવરપેક પ્રદર્શન જેવું બની રહ્યું હતું અને વિજયનો પ્રચંડ નાદ આ સ્નેહમિલનમાં થયો તો 50000થી વધુ કાર્યકર્તાઓ અને પક્ષના નેતૃત્વની ગેલેકસી હરોળના અગ્રણીઓની હાજરીમાં પક્ષના પુર્વ રાષ્ટ્રીય પ્રમુખ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતું.

તેમાં ચૂંટણીનો તૈયારીનો નાદ હતો તે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ તેના જુસાદાર સંબોધન કર્યા હતા. આ સંબોધન પુર્વે મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ એક મીની રેલીની અને ભવ્ય આતશબાજી વચ્ચે સ્વાગત થયું હતું તે પણ શાહી બની રહ્યું હતું. વર્ચ્યુઅલ સંબોધનમાં અમિતભાઈ શાહે જણાવ્યું કે ગુજરાતની જનતાના આશીર્વાદ સતત મળતા રહે છે. સુરત પુરા ભારતમાના કેટલાક એવા શહેરોમાનું એક છે જ્યાં એક પણ રાજ્યનો નાગરિક ન હોય તેં શકય નથી. સુરતમાં આખું લઘુ ભારત વસેલું છે. સુરતના વિજયનો મતલબ ભારતનું મેન્ડેટ. સુરત છેલ્લા 32 વર્ષથી ભાજપને વિજય અપાવતું આવ્યું છે.

અમિતભાઈ શાહે જણાવ્યું કે, ગઠનના આધારે કેવી રીતે ચૂંટણી જીતી શકાય, સંગઠનના આધારે જન કલ્યાણની વાતો કલાકો સુધી કેવી રીતે લઈ શકાય, સમાજ સેવા કેવી રીતે કરી શકાય તેનું આદર્શ ઉદાહરણ ગુજરાત ભાજપ સંગઠને પુરું પાડયું. સુરત એ ગુજરાતના વ્યાપારનું એપી સેન્ટર છે. ગુજરાતના વિકાસક્ષેત્રમાં સુરતવાસીઓએ ખમીર દેખાડયું છે.

અમિતભાઈ શાહે જણાવ્યું કે, કોરોનાના કપરા સમય પછી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અંદર આર્થિક ગતિવિધિ ઝડપથી વધી છે જેમાં સુરતનું મોટું યોગદાન છે. આવનાર દિવસોમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવાનું ભારતનું લક્ષ્યાંક છે. આવનાર સમયમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે બહુમતીના બધા રેકોર્ડ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તુટે તેવી શુભકામના પાઠવી.

પાટીલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જનતાનું સમર્થન મળે છે જેનું મુખ્ય કારણ વડાપ્રધાને કરેલી ગુજરાતની જનતાની સેવા અને ગુજરાતમાં કરેલ વિકાસ છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓની જીત પાછળ મહત્વનો ફાળો નરેન્દ્રભાઈ મોદીનો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની લોક ઉપયોગી યોજનાના સથવારે ભાજપનો કાર્યકર્તા લોકોની સેવા કરી તેમની અડચણ દૂર કરવાનો પ્રયત્ન હરહંમેશા કરે છે. આજના આ કાર્યક્રમને કારણે આખા ગુજરાતનું ધ્યાન સુરત તરફ કેન્દ્રીત થયું છે.

ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, પ્રજાજનોના સહકાર વગર અમુક કાર્યો શકય હોતા નથી. આજે સુરત શહેરના સૌ કાર્યકર્તા ભાઈઓ-બહેનોએ જેમ મારો મુખ્યમંત્રી તરીકે વટ પાડી દીધો તેમ તમે અમારી ઓફિસમાં આવશો તો અમે પણ તમારો વટ પાડી દઈશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા, સી.આર. પાટીલે જે વિશ્વાસ મુકયો છે. આ વિશ્વાસ સૌ કાર્યકર્તાઓને સાથે રાખીને પૂર્ણ કરીશું. પ્રજાજનોના સહકાર વગર અમુક કાર્યો શકય હોતા નથી.

પ્રદિપસિંહ વાઘેલાએ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસને પણ ‘સૂચના’ આપી
સ્ટેજ પર વાઘેલા ‘ઓવર એકટીવ’ દેખાયા
ગુજરાતમાં નેતૃત્વના સમીકરણો બદલાતા તેની અસરના અનેક દ્રશ્યો અવારનવાર ભાજપના કાર્યક્રમમાં જોવા મળે છે તે સમયે ગઈકાલના પક્ષના સ્નેહમિલનમાં સુરત ભાજપમાં જે આંતરિક વિખવાદ છે અને જે રીતે પક્ષ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા કેન્દ્રીય રેલ્વેમંત્રી દર્શનાબેન જરદોસ વચ્ચે વહેચાયો છે તે પણ જોવા મળ્યું અને પાટીલની ગુડબુકમાં રહેલા પક્ષના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા હવે ‘મીની પાટીલ' જેવા બની રહ્યા છે.

તેઓએ મંચ પર ઉદઘાટન સમયે દર્શનાબેનને મેઈન ફોટોફ્રેમમાં આવતા અટકાવ્યા તો દર્શનાબેન પણ સ્તબ્ધ બની ગયા હતા. પ્રદીપસિંહ સ્ટેજ પર ફકત પટેલ-પાટીલ જ તમામ ફ્રેમમાં આવે તે રીતે વ્યવસ્થા ગોઠવતા હતા. જેથી પક્ષના અનેક નેતાઓ આશ્ચર્ય અનુભવતા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement