સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેની અત્યંત ધીમી ગતિએ ચાલતી કામગીરી

25 November 2021 10:55 AM
Veraval
  • સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેની અત્યંત ધીમી ગતિએ ચાલતી કામગીરી

સોમનાથથી આજોઠા ગામ સુધીની કામગીરી સાવ બંધ હાલતમાં

(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા. રપ
સોમનાથથી ભાવનગર સુધીના નેશનલ હાઇવે રોડની કામગીરી છથી સાત વર્ષ થી શરૂ છે પરંતુ ગોકળગાયની ગતીએ ચાલે છે જેમાં પણ વેરાવળ તાલુકાના આજોઠા ગામથી સોમનાથ બાયપાસ સુધીના પાંચ કિલોમીટરના રસ્તાની કામગીરી તો બંધ હાલતમાં છે આ રોડની કામગીરી છ વર્ષ પહેલાં શરૂ કરેલ રોડ ઉપરની દુકાનો અને તમારા ધંધાઓ રોડ ઉપરથી ખસેડવામાં આવ્યો અને રોડની બન્ને બાજુ રોડને ખોદી નાખવામાં આવેલ તેથી વેપારીઓએ તેમના ધંધાઓ ખોદાયેલા રોડની પાછળ ના ભાગમાં શરૂ કરવામાં આવેલ જેથી તેમનો વેપાર ધંધામાં ખૂબજ અસર થઈ અને ધંધા સાવ પડી ભાંગ્યા.

આ ફોરલેન રોડનું છ વર્ષ પહેલાં સોમનાથ મૂકામે જ્યારે ખાતમૂહૂર્ત કરવામાં આવેલ ત્યારે નિતીન ગડકરી કહેલ હતું આરોડનુ ઉદ્ઘાટન પણ પાંચ વર્ષમાંંં કરવામાં આવશે પંરતુ આજે છ થી સાત વર્ષ જેવો સમય થવા છતાં રોડ ખોદાયેલા નજરે પડે છે અને લોકોના કામ ધંધોઓ પડી ભાંગવાને કારણે ખૂબજ મુશ્કેલીમાં છે આ રોડ ઉપર સોનારીયા અને સુત્રાપાડા ફાટકમાં જુદી જુદી એજન્સીઓ અને દુકાનો આવેલ છે તેમજ બાંધકામના મટીરીયલની દુકાનો આવેલ હોવાથી મોટા વાહનો ની અવર જવર રહેતી હોય છે.

પરંતુ આ ખોદાયેલા રસ્તાને કારણે ખૂબજ મુશ્કેલી પડે છે આ રોડની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તો આ ખોદાયેલા રસ્તા સરખા થાય અને અવરજવર થય શકે અને નવું બાંધકામ થઈ શકે અત્યારે આ રોડની ડીઝાઈન અંગે કોઈને જાણ નહોવાથી નવાં બાધંકામો પણ કરી શકતાં નથી. આ વિસ્તારના સાંસદ ભાજપના છે અને સરકાર પણ ભાજપની હોવાથી તાત્કાલિક અસરથી રજૂઆત કરી અને આ રસ્તો શરૂ કરાવે તેવી લોકોની માંગણી છે.


Loading...
Advertisement
Advertisement