2022માં 24 સરકારી, 49 મરજીયાત રજા: પાંચ તહેવારો રવિવારે આવતા હોવાથી રજા કપાશે

25 November 2021 11:32 AM
Gujarat Top News
  • 2022માં 24 સરકારી, 49 મરજીયાત રજા: પાંચ તહેવારો રવિવારે આવતા હોવાથી રજા કપાશે

રાજય સરકારના કર્મચારીઓ માટે 2022ની રજાનું કેલેન્ડર જાહેર

શુક્ર-સોમવારની રજાને કારણે કર્મચારીઓ ચારેકવખત સળંગ રજાનો લાભ લઈ શકશે: બેંક કર્મચારીઓને ચેટીચાંદ, પતેતી, ગુરૂનાનક જયંતિની રજા નહીં

ગાંધીનગર તા.25
કેલેન્ડર વર્ષ 2021 પુર્ણ થવાને આડે હવે એક મહિનો બાકી છે ત્યારે રાજય સરકાર દ્વારા નવા વર્ષ 2022ની રજાઓ જાહેર કરવામાં આવી છે. કુલ 24 રજામાંથી પાંચ રવિવારે આવે છે. નિગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ બેંક કર્મચારીઓ માટે 21 રજા રહેશે તેમાંથી પાંચ રવિવારે આવે છે.

રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા વર્ષની રજાનું શિડયુલ જાહેર કરવામાં આવ્યું છે. નવા વર્ષની સૌપ્રથમ રજા મકરસંક્રાંતિની આવશે. જાન્યુઆરી-માર્ચમાં બે-બે રજા હશે. એપ્રિલમાં પાંચ રજા આવશે. મેમાં બે તથા ઓગષ્ટમાં 6 રજા હશે. સૌથી વધુ સાત રજા ઓકટોબરમાં રહેશે. નવેમ્બર-ડિસેમ્બરમાં એક-એક રજા આવશે.

રાજય સરકારના કર્મચારીઓની પાંચ રજા કપાશે. કારણ કે તે રવિવારે આવે છે. રામનવમી, બકરીઈદ, ગાંધી જયંતિ, ઈદ-એ-મિલાદ તથા નાતાલ એમ પાંચ રજા રવિવારની છે.

15 ઓગષ્ટનો સ્વતંત્રતા દિવસ, દિવાળી તથા સરદાર પટેલ જયંતિ એમ ત્રણ રજા સોમવારે આવતી હોવાથી કર્મચારીઓને ચાર વખત સળંગ રજાનો લાભ મળશે. એકાદ વખત મંગળવારની રજા હોવાથી કર્મચારી સોમવારની રજા મુકીને સળંગ ચાર દિવસની રજાનો લાભ લઈ શકશે.

બીજી તરફ બેંક કર્મચારીઓ માટે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ જાહેર રજાઓમાં ચેટીચાંદ, પતેતી તથા ગુરુનાનક જયંતિનો સમાવેશ નથી. અર્થાત રાજય સરકારના કર્મચારીઓ કરતા તેઓને ત્રણ રજા ઓછી મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement