અમેરિકામાં સ્કુલો ખૂલતા જ કોરોના બેકાબુ: 7 દી’માં 1.42 લાખ બાળકો સંક્રમિત

25 November 2021 11:34 AM
India World
  • અમેરિકામાં સ્કુલો ખૂલતા જ કોરોના બેકાબુ: 7 દી’માં 1.42 લાખ બાળકો સંક્રમિત
  • અમેરિકામાં સ્કુલો ખૂલતા જ કોરોના બેકાબુ: 7 દી’માં 1.42 લાખ બાળકો સંક્રમિત
  • અમેરિકામાં સ્કુલો ખૂલતા જ કોરોના બેકાબુ: 7 દી’માં 1.42 લાખ બાળકો સંક્રમિત
  • અમેરિકામાં સ્કુલો ખૂલતા જ કોરોના બેકાબુ: 7 દી’માં 1.42 લાખ બાળકો સંક્રમિત

*અમેરિકામાં બે સપ્તાહમાં બાળકોના સંક્રમણના દરમાં 32 ટકાનો વધારો

* જો કે બાળકોને નિયમિત અન્ય રસીઓ અપાતી હોઈ ઈમ્યુનીટીના કારણે કોરોનાથી મોતનો આંકડો માત્ર 0.1 ટકા: અત્યાર સુધીમાં અમેરિકામાં કુલ 68 લાખ બાળકો સંક્રમિત, 636ના મોત

ન્યુયોર્ક (અમેરિકા) તા.25
અમેરિકામાં સ્કુલો ખુલતા જ કોરોનાએ બાળકોને ઝડપથી ઝપટમાં લેવાનું શરુ કર્યું છે. રિપોર્ટ અનુસાર બાળકોમાં સંક્રમણની ગતિમાં ગત બે સપ્તાહની તુલનામાં 32 ટકાનો વધારો થયો છે. અમેરિકી એકેડેમી ઓફ પીડિયાટ્રીકસ (એએપી) ના એક રિપોર્ટ અનુસાર ગત સપ્તાહ 11થી18 નવેમ્બર દરમિયાન 1,41,905 જેટલા બાળકો સંક્રમીત થયા છે.

આંકડા બતાવે છે કે અમેરિકામાં ગત સપ્તાહે મળેલ સંક્રમણના એક તૃતિયાંશ કેસ બાળકો સાથે સંકળાયેલા છે. અમેરિકામાં બાળકોની વસતી 22 ટકા છે.
રિપોર્ટ અનુસાર 18 નવેમ્બર સુધીમાં 68 લાખ બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે. સતત 15માં સપ્તાહમાં બાળકોમાં કોરોનાના કેસ એક લાખથી ઉપર રહ્યા છે.

બાળકોના રસીકરણ મામલે મા-બાપમાં હિચકિચાટ
બાળકોનું રસીકરણ કરવું કે નહીં તે મામલે પણ અમેરિકામાં માતા-પિતાના મતમાં ઘણો તફાવત છે. અહીં 50 ટકા માતા-પિતા બાળકોના રસીકરણની તરફેણમાં છે, જ્યારે 50 ટકા તેની વિરૂધ્ધ છે જેની અસર બાળકોના રસીકરણમાં પડે છે.

બાળકોને અન્ય વેક્સિન ઈમ્યુનને મજબૂત બનાવે છે
અમેરિકાના 6 રાજ્યોમાં કોરોનાથી એક પણ બાળકનું મૃત્યુ થયું નથી. બાળકોમાં સંક્રમણના સામાન્ય લક્ષણ દેખાયા હતા અને હળવા બિમાર થયા હતા, આનું કારણ એ રહ્યું છે કે બાળકોને સમય સમય પર ઈન્ફલુએન્ઝા,મેનિનજાઈટીસ, ચિકન વોકસ, હેપીટાઈટીસની રસી અપાતી રહે છે, જે ઈમ્યુનને મજબૂત બનાવે છે.

બાળકોના મોતનું જોખમ ખૂબ ઓછું
જો કે બાળકોમાં કોરોના સંક્રમણના ગંભીર કેસ નથી હોતા, સાથે સાથે તેનાથી થતા મોતનું જોખમ પણ બાળકોમાં ઓછું હોય છે. અમેરિકામાં બાળકોમાં કોરોનાથી મોતનો દર માત્ર 0.1 ટકા છે જે રાહતની વાત છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાથી 636 બાળકોના મોત થયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement