બજેટ સત્ર 2022ને લઈને રાજય સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી

25 November 2021 11:39 AM
Gujarat Top News
  • બજેટ સત્ર 2022ને લઈને રાજય સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી

ડિસેમ્બરથી બજેટ માટે વિભાગીય બેઠક શરૂ કરાશે: પ્રાથમિક તબકકાની કામગીરીનો આરંભ

ગાંધીનગર, તા.25
રાજ્ય સરકારે બજેટ સત્ર 2022 ને લઈને અત્યાર થી જ પૂર્વ તૈયારીઓ શરુ કરી દીધી છે ઉલ્લેખનીય છે કે આ મહિના પછી એટલે કે ડિસેમ્બરથી બજેટ માટેની વિભાગીય બેઠકો શરૂ કરાશે જેમાં રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો ની તબક્કાવાર બજેટ ને લઈને બેઠકો થશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજ્યના નાણા વિભાગ દ્વારા બજેટ ની કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે સરકાર હેઠળના અલગ-અલગ વિભાગોના વડા ઓએ પણ બજેટ ની કામગીરી શરૂ કરી હોવાના અહેવાલ સૂત્રો તરફથી જાણવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ વાયબ્રન્ટ સમિટ ની તૈયારીઓ આખરી ચરણમાં છે તો બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ યોજાવા જઇ રહી છે.

ત્યારે આ બંને કાર્યક્રમો વચ્ચે પણ ગુજરાત સરકારના વિભાગોએ બજેટની કામગીરીના શ્રી ગણેશ કર્યા હોવાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આગામી ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં તબક્કાવાર અલગ-અલગ વિભાગોના મંત્રી ઓ ઉપરાંત જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નાણા મંત્રાલય વચ્ચે જે તે વિભાગના ખર્ચાઓ અને નવા બજેટની માગણીઓ સંદર્ભે તબક્કાવાર સમીક્ષાઓ કરવામાં આવશે.

આ ઉપરાંત વિભાગની માંગણીઓ , યોજનાઓ સહિત ચર્ચાઓ થશે અને આખરે સરકાર બજેટનું કદ કેટલું રાખવું તે દિશામાં કાર્યવાહી કરશે. જોકે હાલ સૂત્રો દ્વારા એવા અહેવાલ મળ્યા છે કે રાજ્ય સરકારના નાણા મંત્રાલય સહિત અન્ય તમામ વિભાગોમાં બજેટને અનુલક્ષીને પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement