શિયાળાનાં પગરવ : સવારે ઠેર-ઠેર ધુમ્મસ છવાયુ : ગુલાબી ઠંડીનો અહેસાસ

25 November 2021 11:45 AM
Rajkot Gujarat Saurashtra
  • શિયાળાનાં પગરવ : સવારે ઠેર-ઠેર ધુમ્મસ છવાયુ : ગુલાબી ઠંડીનો અહેસાસ

* હવે ક્રમશ: ઠંડી વધશે : શનિવાર સુધી ધુમ્મસ છવાશે

* રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ગાઢ ધુમ્મસ છવાતા આહ્લાદક દ્રશ્યો સર્જાયા : 14 ડીગ્રી સાથે ગાંધીનગર-અમદાવાદ સૌથી વધુ ઠંડા : ડીસામાં 15.4 અને નલિયામાં 15.2 ડીગ્રી : રાજકોટમાં 16 ડિગ્રી

રાજકોટ, તા. 25
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આજથી શિયાળાના પગરવ થયા છે અને આજે સવારે ઠેર ઠેર તાપમાનનો પારો ગગડતા ગુલાબી ઠંડીનો અહેસાસ પણ પામ્યો હતો. આ ઉપરાંત આજરોજ સવારે રાજકોટ સહિત વિવિધ સ્થળોએ ચાલુ શિયાળુ સિઝનનું સૌપ્રથમ ધુમ્મસ છવાયું હતું.

વ્હેલી સવારથી માંડી મોડી સવાર સુધી આજે ગાઢ ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. સવારમાં ધુમ્મસની ચાદર છવાતા રોડ-રસ્તા ઉપર દુરથી જોવાનું મુશ્કેલ બન્યુ હતું. તો હાઇરાઇઝ બિલ્ડીંગો ધુમ્મસમાં થોડીવાર ગાયબ થઇ ગયા હતા.

રાજકોટમાં પણ આજે સવારે ગાઢ ધુમ્મસના પગલે નયનરમ્ય વાતાવરણ સર્જાયુ હતું. જોકે મોડી સવારે સુર્ય દેવતા એ દર્શન દેતા વાતાવરણ સ્વચ્છ બન્યું હતું. દરમ્યાન આજે સવારે ઠેર-ઠેર ઠંડીનો પણ અહેસાસ થયો હતો. આજે સવારે અમદાવાદ ખાતે લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી, અમરેલીમાં 17, વડોદરામાં 15.4, ભુજમાં 18, નલિયા ખાતે 15.2 ડીગ્રી, દમણમાં 23.6, ડીસામાં 15.4, દિવમાં 19, દ્વારકામાં 20.5, જુનાગઢમાં 19.3, કંડલામાં 18, ઓખામાં 20.2, પોરબંદરમાં 17, રાજકોટમાં 16, સુરતમાં 20, વેરાવળમાં 21.2, ગાંધીનગરમાં 14.7, જામનગરમાં 15.8, સુરેન્દ્રનગરમાં 16.3 અને વલસાડમાં 20.7 ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજયમાં આજે સૌથી વધુ ઠંડીનો અહેસાસ અમદાવાદ 14.3 અને 14.7 ડીગ્રી સાથે ગાંધીનગરમાં થયો હતો. આ ઉપરાંત નલિયા 15.2 અને ડીસા 15.4 ડીગ્રી સાથે બીજા ક્રમે સૌથી વધુ ઠંડા રહ્યા હતા.

દરમ્યાન હવામાન કચેરીનાં સુત્રોના જણાવ્યા મુજબ હવે આજથી ઠંડીમાં ક્રમશ: વધારો થશે અને સવારનાં તાપમાનમાં સરેરાશ 2 થી 4 ડીગ્રીનો ઘટાડો આવશે. આ ઉપરાંત આવતા શનિવા સુધી ઠેર ઠેર સવારમાં ઘુમ્મસ પણ છવાશે.

Related News

Loading...
Advertisement
Advertisement