ટોસ જીતી દાવ લેતું ભારત: શ્રેયસ ઐય્યરને ટેસ્ટ કેપ

25 November 2021 11:50 AM
Sports
  • ટોસ જીતી દાવ લેતું ભારત: શ્રેયસ ઐય્યરને ટેસ્ટ કેપ
  • ટોસ જીતી દાવ લેતું ભારત: શ્રેયસ ઐય્યરને ટેસ્ટ કેપ
  • ટોસ જીતી દાવ લેતું ભારત: શ્રેયસ ઐય્યરને ટેસ્ટ કેપ

* ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ ભારત અને ન્યુઝિલેન્ડની પ્રથમ ટકકર

* ત્રીજી ઓવરમાં જ કિવિઝનો રિવ્યુ ફેઈલ ગયો: ત્રણ સ્પિનર સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં: ન્યુઝિલેન્ડની ટીમમાં પણ નવોદિત રચિન રવિન્દ્રની એન્ટ્રી

* 28 બોલમાં 13 રન કરી ભારતનો ઓપનીંગ બેટસમેન મયંક અગ્રવાલ આઉટ : જેમીસને વિકેટ લીધી : હાલ પુજારા તથા ગીલ દાવમાં

કાનપુર, તા.25
ભારત એ ટી-20 શ્રેણીમાં ન્યુઝિલેન્ડના વ્હાઈટ વોશ કર્યા બાદ હવે આજથી બે ટેસ્ટ મેચની શ્રેણીના થયેલા પ્રારંભમાં કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને દાવ લીધો હતો અને છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ટીમ ઈન્ડિયાએ વિના વિકેટે 21 રન બનાવ્યા છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ એ છે કે, ટીમ ઈન્ડિયા તેના બે સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર મેદાનમાં ઉતરી છે તેમજ ટેસ્ટ શ્રેણીમાં પણ પ્રથમ વખત રાહુલ દ્રવિડનું કોચિંગ પણ દાવ ઉપર છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે અંજિકીયા રાણેને જવાબદારી સોંપવામાં આવી છે. જેણે અગાઉ ઓસ્ટ્રેલિયા સામે પણ કેપ્ટનશીપ કરી હતી. ભારતીય ટીમમાં નવોદિત તરીકે શ્રેયસ ઐય્યરને ટેસ્ટ કેપ મળી છે. જ્યારે ન્યુઝિલેન્ડ તરફથી રચિલ રવિન્દ્ર પોતાની ટેસ્ટ કેરિયરનો પ્રારંભ કર્યો છે. આજે ત્રીજી ઓવરમાં જ ડીઆરએસ લેવામાં આવ્યો હતો. ન્યૂઝિલેન્ડનર બોલર સાઉથીએ ઓપનર અંશુમન ગીલને ફેંકેલા દડામાં એલબીડબલ્યુની અપીલ થઈ હતી અને અમ્પાયરે નકારાતા રિવ્યુમાં ગયો હતો પરંતુ ન્યૂઝિલેન્ડને નિરાશા સાંપડી હતી.

આ ટેસ્ટ મેચમાં સૌરાષ્ટ્રના ખેલાડી ચેતેશ્વર પૂજારા ઉપ કેપ્ટન તરીકે ભૂમિકા ભજવી રહ્યો છે અને લાંબા સમયથી ઘરઆંગણે જ તેના ફોર્મની પણ ચકાસણી થશે. ટીમ ઈન્ડિયાએ કાનપુરની પીચને જોતા ત્રણ સ્પિનર રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને આર. અશ્વીનને તક આપી છે. જ્યારે વિકેટકિપરમાં રિધમાન સહા કામગીરી બજાવશે. ટીમ ઈન્ડિયામાં બે પેસમેન ઉમેશ યાદવ અને ઈશાંત શર્મા બોલિંગ કરશે. ટીમમાં ઓપનર તરીકે મયંક અગ્રવાલ તથા શુભમ ગીરીની નવી જોડી આવી છે.


ટીમ ભારત
મયંક અગ્રવાલ, શુભમન ગીલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ ઐય્યર, અંજિકીય રાણે, રવિન્દ્ર જાડેજા, રિધમાન સહા, અક્ષર પટેલ, આર. અશ્વીન, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા


ટીમ ન્યુઝિલેન્ડ
ટોમ લેથમ, વિલ યંગ, કે. વિલિયમસન, રોઝ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લડેલ, રચિન રવિન્દ્ર, કાલે જેમ્સન, ટીમ સાઉથી, એજાઝ પટષલ, વિલીયમ સોમેરવીલે


Related News

Loading...
Advertisement
Advertisement