જાફરાબાદનાં હેમાળમાં સગાઇ તોડી નાખવાના મનદુ:ખ પ્રશ્ને છરીના ઘા ઝીંકયા : ફરીયાદ

25 November 2021 11:59 AM
Amreli Crime
  • જાફરાબાદનાં હેમાળમાં સગાઇ તોડી નાખવાના મનદુ:ખ પ્રશ્ને છરીના ઘા ઝીંકયા : ફરીયાદ

અમરેલીના સરભડા ગામની યુવતીને બદનામ કરી ધમકી આપી

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.25
જાફરાબાદ તાલુકાનાં હેમાળ ગામે રહેતા નાજાભાઈ ગોવિંદભાઈ પરમાર નામનાં રત્ન કલાકારની દીકરીની સગાઈ તે જ ગામે રહેતા નિલેશભાઈ નારણભાઈ નાગરનાં મોટા ભાઈ ભાવેશભાઈ સાથે કરેલ હતી અને તેમના ભાઈને ખરાબ ટેવ હોય. જેથી રત્ન કલાકારે તેમની દીકરીની સગાઈ તોડી નાખતા તે વાતનું મનદુ:ખ રાખી આ નિલેશભાઈ નાગરે રત્ન કલાકારનાં દીકરા નરેશને છરીનાં બે ઘા મારી ઈજા કર્યાનીફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.

યુવતીની બદનામી
અમરેલી તાલુકાના સરંભડા ગામે રહેતી 27 વર્ષીય યુવતીના નામે અમદાવાદ રહેતા ભાવેશ બારોટ નામના શખ્સે ફેસબુક એકાઉન્ટ બનાવીયુવતીના ફોટા પ્રોફાઈલ પિકચરમાં મૂકી સોશ્યલ મીડિયાના માઘ્યમથી તેણીને બદનામ કરવા તથા તેણીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી તથા યુવતીને ફોન કરી ગુનાહીત ધમકી આપ્યાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ સાયબર ક્રાઈમમાં નોંધાવી હતી.

હુમલો
લીલીયા તાલુકાનાં લોકા ગામે રહેતા સુરેશભાઈ ભીમજીભાઈ દેત્રોજા નામનાં 30 વર્ષીય યુવકે તે જ ગામે રહેતા જનકભાઈ મધુભાઈ રાનેરાને ફોન કરી પોતાની ભાણેજ સાથે લગ્ન ન કરવા જણાવતા સામાવાળા કિશનભાઈ મધુભાઈ રાનેરા સહિત 3 લોકોએ ઉશ્કેરાઈ જઈ ધારીયાનો ઉંધો ઘા મારી તથા પાઈપ વડે યુવકને માર મારી ઈજા કર્યાની ફરિયાદ લીલીયા પોલીસમાં નોંધાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement