મમતાએ મેઘાલયમાં પણ કોંગ્રેસને ભાંગી; 12 ધારાસભ્યો તૃણમુલમાં: દિલ્હીમાં ડો.સ્વામીનો સાથ

25 November 2021 12:04 PM
India Politics
  • મમતાએ મેઘાલયમાં પણ કોંગ્રેસને ભાંગી; 12 ધારાસભ્યો તૃણમુલમાં: દિલ્હીમાં ડો.સ્વામીનો સાથ

* ત્રિપુરા-ગોવા બાદ વધુ એક રાજયમાં કોંગ્રેસને આંચકો

* મેઘાલયમાં પુર્વ મુખ્યમંત્રી સાંગ્માએ તૃણમુલનું સુકાન સંભાળ્યુ: દિલ્હીમાં મમતા સોનિયાને ન મળ્યા: ભાજપમાંથી ‘વિભિષણ’ની શોધ

નવી દિલ્હી: ત્રિપુરા બાદ મેઘાલયમાં કોંગ્રેસ પર પ્રથમ હુમલો કરતા તૃણમુલ કોંગ્રેસના વડા અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નાના રાજયોમાં તેમની તાકાત વધારવાના દાવમાં મેઘાલય કોંગ્રેસને એક મોટો આંચકો આપતા પુર્વ મુખ્યમંત્રી મુકુલ સાંગ્મા અને 11 કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ છોડીને તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રાજયમાં કોંગ્રેસના 18 ધારાસભ્યો છે જેમાં 12 ધારાસભ્યો તૃણમુલ સાથે જોડાતા કોંગ્રેસ પક્ષે મુખ્ય વિપક્ષનું સ્થાન ગુમાવ્યું છે અને તે હવે તૃણમુલ કોંગ્રેસ પક્ષે આંચકી લીધુ છે.

પક્ષના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ વ્યુહ મમતા બેનરજીને પ.બંગાળમાં વિજય માટે જબરો સફળતા મંત્ર આપનાર પ્રશાંત કીશોર અને તેની ટીમનો છે જેણે અગાઉ ગોવા અને ત્રિપુરામાં પણ ફોડીને ટાર્ગેટ કરી છે. 30 સહિતની મેઘાલય ધારાસભામાં હવે મમતા સીધો ભાજપને પડકારશે. આમ તેણે ઉતરપુર્વના રાજયોમાં તેની વગ વધારી છે.

હાલ દિલ્હીમાં રહેલા મમતા બેનરજી એ જો કે કોંગ્રેસ પક્ષના વડા સોનિયા ગાંધીને મળવાનું પણ ટાળ્યું હતું અને ખાસ કરીને ભાજપને પણ આંચકો આપતા આ પક્ષના સરકાર વિરોધી વલણ માટે જાણીતા સીનીયર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને મળ્યા હતા બાદમાં સ્વામીએ મોદી સરકાર પર નવા પ્રહાર કરીને આ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું તથા તેમાં એક ટવીટમાં કહ્યું કે એ જેટલા નેતાઓ સાથે કામ કર્યુ તેમાં મમતા બેનરજીએ મોરારજી દેસાઈ, જયપ્રકાશ નારાયણ, રાજીવ ગાંધી અને ચંદ્રશેખર તથા નરસિંહરાવે જેવા નેતા છે.

સ્વામીએ તેઓ તૃણમુલમાં જોડાઈ રહ્યા અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હું અગાઉથી જ તેમની સાથે છું. તેઓએ અગાઉ મમતાને સાચા હિન્દુ ગણાવ્યા હતા અને એ ભુલવા જેવું નથી કે અગાઉ આજ મંત્રી સરકારનું પતન લાવવામાં ડો. સ્વામીની ભૂમિકા મહત્વની હતી.


Related News

Loading...
Advertisement
Advertisement