શું સોનિયાને મળવું એ મારી બંધારણીય ફરજ છે? મમતા બેનરજી છેડાઈ પડયા

25 November 2021 12:11 PM
India Politics
  • શું સોનિયાને મળવું એ મારી બંધારણીય ફરજ છે? મમતા બેનરજી છેડાઈ પડયા

કોંગ્રેસ પર આક્રમક બનેલા તૃણમુલ વડા દિલ્હીમાં અનેક નેતાઓને મળે છે

યુપીમાં અખિલેશ સાથે: વારાણસીમાં મોદી સામે પ્રચાર કરશે: તા.30ના મુંબઈમાં: ઠાકરે-પવારને મળશે

નવી દિલ્હી: પ.બંગાળમાં પ્રચંડ જીત બાદ હવે ખુદને વિપક્ષના નેતા તરીકે સ્થાપીત કરવા મથી રહેલા તૃણમુલ કોંગ્રેસના વડા તથા મુખ્યમંત્રી મમતા બેનરજી દિલ્હીમાં હોવા છતાં કોંગ્રેસના વડા શ્રીમતી સોનીયા ગાંધીને મળ્યા નથી અને સોનિયાએ મુલાકાતનો ઈન્કાર કર્યો છે કે પછી મમતા મળવા માંગતા નથી તે અંગેના સસ્પેન્સ વચ્ચે મમતાએ સોનિયા સાથેની મુલાકાત અંગે એક છંછેડાઈ જવા જેવી ટીપ્પણી કરતા કહ્યું કે શું બંધારણમાં લખ્યું છે.

શું મારે દિલ્હીમાં દરેક મુલાકાત સમયે સોનિયા ગાંધીને મળવું જરૂરી છે! મમતાએ તેના નવા રાજકીય વ્યુહમાં હાલ નાના રાજયોએ નબળી પડેલી કોંગ્રેસને ટાર્ગેટ બનાવી છે અને હાલમાં જ મેઘાલયમાં કોંગ્રેસમાં જબરુ ભંગાણ કરીને તૃણમુલમાં આ પક્ષના 12 ધારાસભ્યોને સમાવ્યા છે અને તેઓ હવે કોંગ્રેસને ‘સ્પેસ’ આપવા કે તેમની સાથે જવા માંગતા નથી. તેઓએ કહ્યું શું મારે સોનિયાને મળવું એ મારી બંધારણીય ફરજ છે!

શું દિલ્હી આવું એટલે દર વર્ષે મળવું જરૂરી છે? તેઓએ ઉતરપ્રદેશની ચૂંટણીમાં સમાજવાદી પક્ષ અને અખિલેશ યાદવને માટે પ્રચાર કરવાની જાહેરાત કરી હતી અને મમતા ખુદ વારાણસીમાં પણ પ્રચાર કરવા જશે. આ રાજયમાં પણ મમતાએ તેનો પગ મુકયો છે. પુર્વ મુખ્યમંત્રી કમલાપતિ ત્રિપાઠીના પૌત્ર સહીતના નેતાઓ તૃણમુલમાં જોડાય છે તો મમતા બેનરજી તા.30ના રોજ મુંબઈ જશે અને મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે તથા એનસીપી વડા શરદ પવારને મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement