કારની ડીલરશીપ આપવાના બહાને કેશોદના યુવાન પાસેથી રૂા.33.67 લાખ પડાવી લીધા

25 November 2021 12:14 PM
Junagadh Crime
  • કારની ડીલરશીપ આપવાના બહાને કેશોદના યુવાન પાસેથી રૂા.33.67 લાખ પડાવી લીધા

સાઈબર ક્રાઈમમાં ગુનો નોંધાતા તપાસનો ધમધમાટ

જૂનાગઢ, તા.25
જૂનાગઢ સાઈબર ક્રાઈમ પોલીસ મથકે ગઈકાલે બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. કેશોદના એક યુવાન સાથે 33.67 લાખની છેતરપિંડી થવાની અને અગતરાયના હેલ્થ ઓફિસર સાથે 45 હજારની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે.

કેશોદ આલાપ કોલોનીમાં રામભાઈ યાદવ (ઉવ.29) પોતાના મિત્ર જયદીપ સૂર્યકાંત ભલાણી સાથે ઈલેકટ્રીક મોટો એન્ટરપ્રાઈઝ નામે પેઢી ચલાવતા હોય નીતિને ત્રણ માસ પહેલાં ગૂગલમાં સર્ચ કરી રિવોલ્ટ મોટર્સની ડિલરશિપ માટે વેબસાઈટ પર વિગતો મળેલ હતી. બાદ રવિ પાંડે નામના હિન્દીભાષી તેને હજીયાણા ગુડગાંવથી ફોન કરીને મોટર્સની ડિલરશિપ આપવા ફોન કરેલ બાદ તેના હેડ રાહુલ મેથ્યુ નામના શખસનો ફોન આવેલ.

ડિલરશિપ આપવા બે માસમાં રજિસ્ટ્રેશન માટે 1.33 લાખ ભાડેથી જગ્યા રાખવા જામનગર માટે 5.25 લાખ, લાયસન્સ ફી માટે 11.55 લાખ, સિકયુરિટી ડિપોઝીટ માટે 15.55 લાખ મળી કુલ 33.67 લાખ પોતાના ખાતામાં મેળવી બાદ ડિલરશિપ ન આપી ઠગાઈ કર્યાની હકિકત બહાર આવતા નિશીત યાદવે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી ઘટના જૂનાગઢ મોતીબાગ પાસે મોનાર્ક રેસિડેન્સીમાં રહેતા અને કેશોદના અગતરાય ખાતે હેલ્થ ઓફિસર તરીકે નોકરી કરતા અમિરાજ રાજેન્દ્રકુમાર બગથરિયાને કોઈ અજાણ્યા શખસે એસબીઆઈ બેન્કનો કર્મી હોવાનું જણાવી ક્રેડિટકાર્ડ વધારવાના ચાર્જીસ લાગેલ હોય તે રીફંડ થશે તેવી લાલચ આપી મેસેજ કંટ્રોલને મેસેજના આધારે તેના એસબીઆઈ ક્રેડિટ કાર્ડ નંબર અને ઓટીપી મેળવી તેના ખાતામાંથી 45392ની રકમ ટ્રાન્સફર-છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement