તમારે સરપંચની ચૂંટણી લડવાની નથી: ભાજપના તાલુકા પંચાયતના સભ્યના પરિવાર પર હુમલો

25 November 2021 12:15 PM
Bhavnagar
  • તમારે સરપંચની ચૂંટણી લડવાની નથી: ભાજપના તાલુકા પંચાયતના સભ્યના પરિવાર પર હુમલો

પાલીતાણાના જામવાળી-1 ગામની ઘટના: હજુ પોલીસ ફરિયાદ નહી!

ભાવનગર,તા.25
ભાવનગર જીલ્લાના પાલીતાણાનાં જામવાળી ગામે ભાજપના તાલુકા પંચાયતના સભ્યના પરિવાર ઉપર હુમલો કરી આરોપીઓ નાસી છુટયા હતાં. આ બનાવની મળતી વિગતો મુજબ, પાલીતાણા તાલુકાના જામવાળી-1 ગામે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય તુલશીભાઈ બીજલભાઈ ચૌહાણના પરિવાર ઉપર કેટલાક શખ્સો હુમલો કર નાસી છુટયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે આ બનાવ અંગે હઝ પોલીસ ફરીયાદ નોંધાઈ નથી. જાણવા મળતી વધુ વિગતો મુજબ હુમલાઓને આગામી ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં તમારે ફોર્મ ભરવાનું નથી તેમ કહી હુમલો કર્યો હોવાનું પુત્રને અગાઉની ચૂંટણીની વેરઝેરને કારણે આ બનાવ બનવા પામ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement